લાલ ગ્રહ મંગળ વિશે સર્વ મંગળ મંગળ

તાજેતરમાં પૃથ્વીની સૌથી નજીક આવેલા ગ્રહ મંગળ ઉપર ભારતનું ૫૫મું યાન મંગળ પ્રવાસે ઉપડ્યું છે. મંગળ વિશે પૃથ્વીના લગભગ તમામ મનુષ્યોને જાણવાની તીવ્ર ઉત્કંઠા છે તે પાછળનું મુખ્ય કારણ એ કહી શકાય કે નવ ગ્રહ પૈકી સૂર્યમાળામાં મંગળ પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ છે. મંગળ ઉપર અત્યાર સુધી ૫૪ યાન મોકલાયાં છે. જેમાંથી પાંચ યાન કાર્યરત છે. મંગળ સૂર્ય માળાનો ચોથા નંબરનો અને પૃથ્વી ત્રીજા નંબરનો ગ્રહ છે. પૃથ્વીની જેમ મંગળ ઉપર પણ અનેક ખીણ છે. મંગળ ઉપર પૃથ્વીની જેમ જ ગુરુત્વાકર્ષણ પણ છે. પૃથ્વીની માફક મંગળ ઉપર સૂર્ય ગ્રહણ થાય છે. મંગળ અને સૂર્ય વચ્ચેથી મંગળના ઉપગ્રહ ફોબ્સે અને ડિમોસ પૈકી એક ગ્રહ પસાર થાય ત્યારે મંગળ ઉપર સૂર્ય ગ્રહણ થાય છે. મંગળની ભ્રમણ કક્ષા લંબ ગોળ છે તેથી એમ કહી શકાય કે તે પૃથ્વીની જેમ સૂર્યની એક સમાન અંતરે ભ્રમણ નથી કરતો તે કેટલીય વખત તદ્દન નજીક તો કેટલીય વખત ખૂબ દૂર ચાલ્યો જાય છે તેથી વિજ્ઞાનીઓ એમ કહે છે કે મંગળ અને પૃથ્વી વચ્ચે એક સમાન અંતર હંમેશાં નથી રહેતું. સૂર્યથી મંગળનું સરેરાશ અંતર એક ગણતરી મુજબ ૨૩ કરોડ કિલોમીટરનું છે. તો મંગળ તથા સૂર્ય વચ્ચેનું અંતર ૨૪.૯ કરોડ કિ.મી. તથા લઘુતમ અંતર ૨૦.૬ કરોડ કિ.મી. છે.
એક માહિતી મુજબ વર્ષ ૨૦૦૩માં ગ્રહ મંગળ પૃથ્વીની સૌથી નજીક આવ્યો હતો. તે વખતે પૃથ્વી અને મંગળ વચ્ચેનું અંતર ૫.૬ કરોડ કિ.મી. હતું.
મંગળ, યુ.કે, અગ્નિ, સાહસિક કાર્યોના વ્યવસાય, લશ્કર, પોલીસ, એન્જિનિયર, રસાયણ વિજ્ઞાની, ફાર્મસી, રંગ, ભવન િનર્માણ, ઈંટ વ્યવસાય, જંતુનાશક દવા સાથે સંકળાયેલ છે. જેનો મંગળ ઉચ્ચનો હોય તે આ બધા ધંધા રોજગારમાં ખૂબ સફળ થાય છે. મંગળના પ્રયાસ નીચે જજ, મેજિસ્ટ્રટનો પણ સમાવેશ થાય છે. મંગળ રણના દેવતા છે તેમણે અનેક યુદ્ધ સર્જ્યાં છે. તેમણે અનેક સંહારલીલા પણ સર્જી છે તે ઉત્સાહ, ધૈર્ય, સાહસ અને શક્તિના દેવ છે. તે અગ્નિમય, પ્રાણમય અને જ્ઞાનતંતુઓ ઉપર સખત પ્રભાવ ધરાવે છે. મંગળનું વાહન ઘેટું છે તે હંમેશાં લાલ વસ્ત્ર અને લાલ માળા ધારણ કરે છે તેને ચાર હાથ હોવાથી તે ભગવાન વિષ્ણનુની જેમ ચતુર્ભુજ પણ કહેવાય છે. શક્તિ, ત્રિશૂળ અને ગદા તેમનાં પ્રિય હથિયાર છે તે ખૂબ દેવું થયું હોય તો મંગળની ઉપાસના કરવી ઉત્તમ છે.
મંગળ ભારદ્વાજ ગોત્રના ક્ષત્રિય છે તે અવંતિના સ્વામી છે. તેમના અધિદેવતા સ્કંદ અને દ્વવ્યાધિદેવતા પૃથ્વી છે. તેમની ઉપાસના જો વિધિ સહિત કરવી હોય તો મંગળના ૧૦,૦૦૦ જાપ કરવા. તેમનો મંત્ર નીચે મુજબ છે. તે બીજા મંત્ર હોવાથી સાવધાનીપૂર્વક જપવો.
।।ૐ હું શ્રી મંગલાય નમઃ।।
વિધિ સહિત મંગળની ઉપાસના કરવાથી અનિષ્ટ ફળનો નાશ થાય છે. યુતિ ફળની વૃદ્ધિ થાય છે. જેને મંગળ નડતો હોય તો તેણે મંગળવારે સૂર્યોદય વખતે અઘેડાનું દાતણ કરવું. તલ તથા આમળાનાં ચૂર્ણ નાખેલા જળથી સ્નાન કરવું. સ્વચ્છ લાલ વસ્ત્ર પહેરવાં તાંબાના પાત્રમાં લાલ ચોખા, લાલ પુષ્પ, લાલ ચંદન પધરાવવો.
ૐ મંગલાય નમ: ના જાપ ૧૦૮ કરવા. તે જાપ વડે સૂર્યદેવને અર્ધ્ય આપવો. ૨૧ ખૂણાવાળું મંગળનું યંત્ર બનાવી ૐ મંગલાય નમઃ મંત્ર લખવા. વ્રત કરનારે રાતા રંગનું અનાજનું ભોજન એક વખત કરવું.
મંગળનું દાન: સોનું, ત્રાંબુ, પરવાળું, મસૂર, રાતો બળદ, ગોળ, રાતું વસ્ત્ર, કરેણનાં રાતાં ફૂલ બ્રહ્મણને દાનમાં આપવાં. સોનાની વીંટીમાં જડેલું પરવાળું પહેરવું. મંગલના ૧૦,૦૦૦ જાપ કરવા.
મંગળની પૂજાનું ફળ: મંગળની ઉપાસના, પૂજન, મંત્ર આરાધના અને વ્રતદાન કરવાથી જે તે સાધક લાલ રંગનો જાય છે તેને ઉત્તમ વાહન તથા બીજા આયુધ પ્રાપ્ત થાય છે.•
http://sambhaavnews.com/

You might also like