આ રીતે શિયાળામાં બનાવો લાલ મરચાનું સ્વાદિષ્ટ અથાણું….

લાલ મરચાનું અથાણું ખાવામાં ઘણુ સ્વાદિષ્ટ લાગતું હોય છે. તેને બનારસી સાબૂત લાલ મરચાનું અથાણું પણ કહેવામાં આવે છે. તેને બનાવવાનું ઘણુ સરળ છે, જેને તમે ઘરે બહુ સરળતાથી બનાવી શકો છો.

આવશ્યક સામગ્રી :
– બનારસી લાલ મરચા 250 ગ્રામ
– રાઇ દરદરી પીસેલી એક વાટકીનો ચોથો ભાગ
– નકમ સ્વાદ અનુસાર
– બે નાની ચમચી લાલ મરચુનો પાવડર
– એક નાની ચમચી હળદર
– બે ચપટી હિંગ
– વાટકીના ચોથા ભાગ જેટલી વાટેલી વરીયાળી
– બે લીંબુનો રસ, અથવા અડધી ચમચી સાઇટ્રિક એસિડ, જરૂરિયાત પ્રમાણે સરસોનું તેલ

બનાવવાની રીત
– સૌથી પહેલા લાલ મરચાને ભીના કપડાથી સાફ કરી ઉપરની દાંડી અલગ કરો
– ત્યારબાદ મરચાને વચ્ચેથી ચીરીને કાપો મુકો
– હવે રાઇ, મીઠુ, લાલ મરચુ પાડવર, હળદર, હીંગ, વરીયાળી અને લીંબુના રસને એક મોટા બાઉલમાં મિક્સ કરી દો.
– ત્યારબાદ ધીમા ગેસના તાપ પર તેલને ગરમ કરવા રાખી દો.
– ગરમ થઇ જાય ત્યારબાદ થોડીવાર તેલને ઠંડુ કરો.
– તૈયાર મરચાનું અથાણું બરણીમાં ભરી દો.પછી બરણીમાં તેલ ભરી દો.
– અથાણાવાળી આ બરણીને 4-5 દિવસ સુધી તડકામાં રાખ્યા બાદ લાલ મરચાનું અથાણુ તૈયાર થઇ જશે.

You might also like