આઇએસ હવે રેડ મર્ક્યુરી દ્વારા હૂમલાની ફીરાકમાં હોવાનો દાવો

નવી દિલ્હી : શું આતંકવાદી સંગઠનની પાસે રેડ મર્ક્યુરી છે ? શું તે દુનિયાને તબાહ કરવા માટે આઇએસ રેડ મર્કરીનો ઉપયોગ કરી શકે છે ? જી હા હાલમાં જ આતંકવાદીઓને સામાન પુરો પાડતા અબુ ઉમરે દાવો કર્યો છે. અબુનાં દાવા અનુસાર આઇએસ દુનિયામાં તબાહી માટે રેડ મર્ક્યુરીનો ઉપયોગ કરી શકે છે. તસ્કર અબુ ઉમરનાં અનુસાર સીરિયા તાલ અબાયદ શહેરનાં આઇએસ કમાન્ડર તિમશે (અરબીમાં મગરમચ્છ) રેડ મર્ક્યુરી આપવા માટે જણાવી રહ્યું છે.આઇએસ હાલ એવા હથિયારની શોધમાં છે જેનાં દ્વારા તે લોકો અને સરકારમાં ખોફ ફેલાવી શકે. હાલ આ સંગઠન રેડ મર્ક્યુરી માટે ગમે તેટલા ભાવ આપવા માટે પણ તૈયાર છે.
અબુ ઉમરનાં અનુસાર તિમશ ગત્ત એક વર્ષતી રેડ મર્કુરી માટે દબાણ કરી રહ્યો હતો. લગભગ પાંચ મહીના પહેલા જુન 2015માં તેણે વ્હોટ્સએપ દ્વારા રેડ મર્ક્યુનાં સેમ્પલની તસ્વીર મોકલી હતી. જો કે તે સમયે તાલ અબાયદ શહેર પર કુર્દ હૂમલો કરી રહ્યા હતા. તિમશે અમેરિકન ફાઇટરને ગેરમાર્ગે દોરવા માટે થર્મલ પેનલ્સની માંગ કરી હતી. પરંતુ તાલ અબાયદ પર કુર્દોનાં કબજા બાદ તિમશ રેડ મર્કુરીની માંગણી મુદ્દે ચુપ થઇ ગયો હતો. અબુ ઉમરે કહ્યું કે જો કે તેની પાસે રેડ મર્ક્યુરી યાન્સનાં સ્ટોર હાઉસમાં પડેલી છે. આઇએસનો વિરોધ કરનારા કુર્દ લડાકોએ રેડ મર્ક્યુરી ખરીદ્યો હતો. તે કુર્દોને રેડ મર્ક્યુરી વેચનારા લોકો વિશે જાણે છે.

શું છે રેડ મર્ક્યુરી
રેડ મર્ક્યુરી એક ખતરનાક પદાર્થ છે. જેને કોઇ પણ વિસ્ફોટકની સાથે મેળવીને તેને વધારે ખતરનાક બનાવી શકાય છે. આ પરમાણુ બોમ્બથી પણ વધારે ખતરનાક સાબિત થઇ શકે છે. વિશેષજ્ઞોનાં અનુસાર તેમાં વિસ્ફોટક બાદ હજારોગણી ગર્મી પેદા થાય છે જે કોઇ પણ શહેરને સળગાવીને ભસ્મ કરી શકે છે. રેડ મર્ક્યુરીને ન્યૂટ્રોન બોમ્બનાં એક ભાગ તરીકે ઉપયોગ કરવામાં આવી શકે છે.

You might also like