યુવતીઓમાં હોટ ફેવરિટ રેડ કલર

રંગો જ આપણી બ્લેક એન્ડ વ્હાઇટ જિંદગીને કલરફુલ બનાવે છે. દરેક રંગ અલગ પ્રભાવ, અસર અને ઓળખ આપતા હોય છે. લાલ રંગ તાકાત, શક્તિ, શૌર્ય, એક્સાઇટમેન્ટ, હૃદયનો અને લોહીનો રંગ કહેવામાં આવે છે .

દુનિયામાં દર કલાકે ફેશનમાં બદલાવ આવે છે. કોઈ ટ્રેન્ડ રાતોરાત આવે છે તો કોઈ ટ્રેન્ડ સદાબહાર બની જાય છે, હવે ફેશન માત્ર ફિલ્મોના કલાકારો સુધી નથી રહી. પહેલાંના જમાનામાં જે ફિલ્મોમાં આવે તે ફેશન બધાં લોકો અનુસરે, હવે નાનાં ગામ કે કસબામાંથી પણ ફેશન રેમ્પ સુધી પહોંચી જાય છે.

એવી જ ફેશન છે રેડ કલરની. દરેક લેડીના વૉર્ડરોબમાં એકથી વધુ લાલ કલરના ડ્રેસ હોય છે. લાલ કલરની પોતાની એક આગવી વિશેષતા હોવાથી તેને ઓફિસવૅર, ખાસ કરીને લગ્ન તેમજ શુભ પ્રસંગમાં પ્રથમ પસંદ કરવામાં આવે છે. આ ઉપરાંત વેસ્ટર્ન વૅરમાં પણ આ કલરની માગ વધુ જોવા મળે છે.

લેધરની એક્સેસરીઝમાં રેડ કલર હોટ ફેવરિટ છે. લેધર બેગ, લેધર શૂઝ, લેધર વૉચ, લેધર બેલ્ટ અને લેધર પર્સમાં સૌથી વધારે લાલ કલર જ જોવા મળે છે. એક જમાનામાં લેધરની વસ્તુ પર બ્લેક અને ડાર્ક બ્રાઉન કલરનું જ રાજ હતું, આજે તેનું સ્થાન લાલ કલરે લઈ લીધું છે.

રૉયલ લુક
તમે ફૅશનવીક અને ફૅશન ડિઝાઇનર્સના ફૉલોઅર હોવ તો ખબર જ હશે કે બોલ્ડ કલર હિટ છે. રેડ શેડ દરેક ઉંમરની વ્યક્તિ પહેરી શકે. લગ્ન સમયે આ રંગ પહેરવામાં આવે છે. આમ તો આ કલર ગોરી યુવતીઓને વધુ સૂટ કરે છે પરંતુ હવે એવું નથી, કારણ તેમાં પણ અનેક શેડ્સ જોવા મળે છે. જે મીડિયમ સ્કિન ટૉન પર પણ સારા લાગે છે. અમદાવાદના ડિઝાઇનર જેવા ફેમસ ઇન્ડિયન ડિઝાઇનર્સ પણ લાલ રંગના બ્રાઇડલ લહેંગા તૈયાર કરે છે.

પાર્ટીવૅરમાં રેડ મેક્સી કે વનપીસ બેસ્ટ ઓપ્શન છે અને ફોર્મલમાં રેડ શર્ટ વિથ બ્લેક પેન્ટ ગોર્જિયસ લુક આપે છે. યુવકોમાં પણ અત્યારે રેડ શર્ટ-ટીશર્ટ પ્રથમ પસંદ કરાય છે. જ્યારે વેલેન્ટાઈન્સ અને રોઝ ડે પર રેડ શેડનું કલેક્શન વધુ જોવા મળે છે.

લિપ અને નેઇલ કલર
હોઠ પર લાલ કલર હંમેશાં સુંદર લાગે છે. હોઠ પર વ્યવસ્થિત શેડ પસંદ કરીને ઉપયોગ કરવો જોઈએ. મીડિયમ સ્કિનટૉન વાળી મહિલાઓએ રસ્ટ રેડ કલર મિક્સ કરી લિપ કલર લગાવવો જોઈએ, ગોરી યુવતીઓને રેડ પિંક કોમ્બિનેશન પસંદ છે.

નેઇલ કલરમાં પણ યુવતીઓ રેડ
શેડનો નેઇલ કલર વધુ પસંદ કરતી હોય છે. રેડ શેડનો નેઇલ કલર વ્હાઈટ, બ્લેક, બ્લૂ, ગોલ્ડન કોઈ પણ ડ્રેસ સાથે મેચ થાય છે.

ઍક્સેસરીઝ
ન્યુટ્રલ શેડના આઉટફિટમાં બ્રાઇટ રેડ કલરનાં ફૂટવેર બેસ્ટ લુક આપે છે. એ સિવાય જિન્સ-ટી શર્ટ પર રેડ શૂઝ, પાર્ટી કે ફોર્મલ ડ્રેસ પર રેડ હિલ, હૅટ, બૅગ વગેરે કંઈ પણ બેસ્ટ લાગશે.

અમદાવાદમાં જાણીતાં બુટિક આર્યન્સ સ્ટુડિયોનાં ડિઝાઈનર સુજાતા અગ્રવાલ કહે છે, “રેડ શેડ બ્રાઇડમાં કાયમ બેસ્ટ લુક આપે છે અને બીજા શેડ કરતાં પણ રેડ શેડ બ્રાઈડલ સૌથી વધુ પ્રીફર કરે છે. બ્રાઇડમાં રેડ શેડનો ટ્રેન્ડ ક્યારેય ઓછો થતો નથી.

કૉલેજમાં અભ્યાસ કરતી રુચા શાહ કહે છે કે, “રેડ કલરની ફેશન ક્યારેય જતી નથી અને પાર્ટીવૅર માટે કોઈ રંગ મળે કે ના મળે રેડ શેડ પાર્ટીમાં બેસ્ટ લુક
આપે છે.”

ધ્રુવી શાહ

You might also like