રેડ બુલ એફડીઅેની તપાસમાં ફેઇલ, નિયત માત્રા કરતાં વધુ કેફિન મળ્યું

નવી દિલ્હી: મલ્ટીનેશનલ બ્રાન્ડની રેડ બુલ એનર્જી ડ્રીક્સ ખાદ્ય અને અૌષધિ સુરક્ષા વિભાગ (એફડીઅે)ની તપાસમાં નિષ્ફળ ગયું છે. સ્વાસ્થ્ય માટે ખતરનાક મનાતા અેફડીઅેઅે ગઈકાલે બે મોટો સ્ટોરોમાં રેડ બુલની ૧૫૭૨ કેન જપ્ત કરી દીધી અને તેના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે.
ખાદ્ય સુરક્ષા વિભાગે અા પગલું સેન્ટ્રલ લેબનો રિપોર્ટ અાવ્યા બાદ ભર્યું છે. તેમાં ડ્રીંકને સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં અાવ્યું હતું. રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે ડ્રીંકને વેચવા માટે ભ્રામક પ્રચાર કરાઈ રહ્યો છે. તેમાં નિર્ધારિત માત્રા કરતા વધુ કેફિન મળી અાવ્યું જે સ્વાસ્થ્ય માટે સુરક્ષિત નથી.

સેન્ટ્રલ લેબના રિપોર્ટ મળ્યા બાદ ગઈકાલે મેરઠની ટીમે એફડીઅે કમિશનર મનોહરલાલને રેડ બુલ ડ્રીંકના સમગ્ર રિપોર્ટથી માહિતગાર કર્યા. કમિશનરે તાત્કાલિક તમામ ડ્રીંકને જપ્ત કરવાના અાદેશ અાપ્યા. ધીમે ધીમે દેશભરમાં રેડ બુલ એનર્જી ડ્રીંક્સ પર પ્રતિબંધ મૂકાઈ જશે. હાલમાં લખનૌઉમાં રેડ બુલ ડ્રીંક્સના સ્ટોકને જપ્ત કરી દેવાયો છે. શહેરમાં અન્ય જગ્યાઅોઅે પણ દરોડા પડાયા છે. ડ્રીંક્સના તમામ કેનને સ્ટોર મેનેજરની દેખરેખમાં જપ્ત કરીને ત્યાં જ સુરક્ષિત રખાયા છે.

You might also like