જમ્મુ: વૈષ્ણો દેવી મંદિરમાં આતંકવાદીને લઇને કરાયું રેડ એલર્ટ

જમ્મુમાં માતા વૈષ્ણો દેવી મંદિરની પાસે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હકીકતમાં કાલ રાતે સેનાના પોષાકમાં બે અજાણ્યા વ્યક્તિઓ જોવા મળ્યા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

પોલીસે જણાવ્યું છે બે અજાણ્યા શખ્સોએ ડોમેન મોડ પાસે સેનાના કપડા બદલીને સામાન્ય કપડા પહેર્યા હતા. તેમાંથી એક વ્યક્તિએ તેની વર્દી અને ચંપલ ડોમેનમાં જ એક દુકાન પાસે ફેંકી દીધા હતા જો કે બીજા વ્યક્તિએ તેના કપડા અને ચંપલ બેગમાં મૂકી દીધા હતા.

પોલીસને શંકા છે કે તે વ્યક્તિઓ સેનાના માણસ પણ હોઇ શકે. બની શકે છે કે કાશ્મીરથી જમ્મુ આવેલા સૈનિકોએ માચા વૈષ્ણો દેવી મંદિરમાં દર્શન કરવા માટે વર્દી બદલીને સામાન્ય કપડાં પહેર્યા હોય.

સુરક્ષા એજન્સીઓએ સેનાના જવાન અને પોલીસ કર્મચારીઓના ડ્યૂટી પર ના હોવાનું તેમજ રજા પર હોય તે દરમિયાન વર્દીમાં દર્શન કરવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. કટરા અને હાઇવે પર અજાણ્યા વ્યક્તિની બાબતે સીઆરએફ અને પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ છે. જો કે વૈષ્ણો દેવી યાત્રા પર તેની કોઇ અસર પડી નથી. દરરોજના 40 થી 42 હજાર લોકો મંદિરમાં દર્શન કરી રહ્યા છે.

You might also like