ગુજરાતમાં પોલીસદળની વિવિધ કેડરોની 6,189 પોસ્ટ માટે ભરતી જાહેર

પોલીસદળમાં જોડાવા માગતા યુવાનો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. પોલીસદલની વિવિધ કેડરોની 6 હજાર 189 પોસ્ટ માટે ભરતી જાહેર થઈ છે. જેમાં હથિયારી તથા બિનહથિયારી લોકરક્ષકોની ભરતી જાહેર થઈ છે.

બિનહથિયારી કોન્સ્ટેબલની 336 જગ્યા, હથિયારી કોન્સ્ટેબલની 5 હજાર 299 જગ્યા, જેલ સિપાઈની 554 પોસ્ટ પર ભરતી થશે. આ વિવિધ પોસ્ટની ભરતી માટે આવતીકાલે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ક્રાઈમ કોન્ફરન્સ બાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસને ટેકનોલોજીથી સજ્જ અને આધુનિક બનાવવામાં આવશે. સ્માર્ટ પોલીસિંગ માટે મોર્ડનાઈઝેશન માટે અનેક નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.

જ્યારે પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે બજેટમાં 4 સાયબર પોલીસ મથક બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. જેથી સોશિયલ મીડિયા પર પણ ખાસ દેખરેખ રાખવામાં આવશે. પોલીસ દમન મુદ્દે પોલીસને યોગ્ય વ્યવહાર કરવા ટકોર કરાઇ. જ્યારે રાજ્ગૃયના ગૃહપ્રધાન પ્રદિપસિંહે રાજ્યમાં  5600થી વધુ પોલીસ જવાનોની પણ ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.

You might also like