ગુજરાત હાઇકોર્ટમાં પડી છે Bumper Vacancy, જલ્દી કરો Apply

ગુજરાત હાઇકોર્ટમાં આસિસ્ટન્ટ પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા 767 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઇએ અને કમ્પ્યૂટરની જાણકારી હોવી જરૂરી છે. જો તમે આ ભરતી માટે અરજી કરવા માગો છો તો તેની અંતિમ તારીખ પહેલા અરજી કરો.

જગ્યા :: ભરતીમાં આસિસ્ટન્ટ 767 ઉમેદવારોની પસંદગી કરાશે.

પગાર : પસંદગી પામેલ ઉમેદવારને 19,900 થી 63,200 રૂપિયા મળશે. આ જગ્યા માટે 408 જનરલ ઉમેદવાર, એસઇબીસીના 196 અને એસસી 37, એસટી 126 જગ્યાનો સમાવેશથાય છે.

યોગ્યતા : ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે. કમ્પ્યૂટરની જાણકારી તેમજ સ્પીડ પણ સારી હોવી જોઇએ.

અરજી માટેની ફી : અરજી કરવા માટે એસસી, એસટી વર્ગના ઉમેદવાર માટે 300 રૂપિયા અને જ્યારે અન્ય વર્ગના ઉમેદવારે 600 રૂપિયા ફી ચૂકવવી પડશે.

અંતિમ તારીખ : 14 જુલાઇ 2018

પસંદગી : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને પ્રેકટિકલ-સ્કિલ (ટાઇપિંગ) ટેસ્ટના આધારે કરવામાં આવશે.

You might also like