નૌગામ ઓપરેશન બાદ આતંકીઓ પાસેથી મળેલ સામાન પાકિસ્તાની

નવી દિલ્હી : પાકિસ્તાન પોતાની ધરતીનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે થવા દે છે. આ વાત એક વાર ફરીથી સાબિત થઇ ચુકી છે. ભારતીય સેનાની નોર્ધ કમાન્ડે શનિવારે કહ્યું કે ગુરૂવારે જમ્મુ અને કાશ્મીરનાં નૌગામ સેક્ટરમાં ઠાર કરેલા આતંકવાદીઓ પાસેથી મળી આવેલો સામાન તેનાં પાકિસ્તાની હોવાનો પુરાવો આપે છે.

6 ઓક્ટોબરે નૌગામ સેક્ટરમાં ઘુસણખોરીનાં પ્રયાસો કરી રહેલા ચાર આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા હતા. સેનાનાં પ્રવક્તાએ જણાવ્યું કે આતંકવાદીઓ પાસેથી જે હેન્ડ ગ્રેનેડ મળ્યા છે તેના પર પાકિસ્તાની ઓર્ડિનેન્સ ફેક્ટ્રીનાં નિશાન હતા. સાથે જ દવાઓ અને ખાણીપીણીનો સામાન પણ પાકિસ્તાનના નિશાન સ્પષ્ટ જોઇ શકાય છે. આતંકવાદીઓ પાસે કેટલીક અતિજ્વલનશિપ સામગ્રીઓ પણ મળી આવી છે. તેમાંથી 6 પ્લાસ્ટિક એક્સપ્લોસિવ સ્લેબ્સ, પેટ્રોલિયમ જેલીની 6 બોટલ, જ્વલનશીલ દ્રવ્યપદાર્થની 6 બોટલ અને 6 લાઇટરનો સમાવેશ થાય છે.

સેનાના પ્રવક્તા અનુસાર 11 સપ્ટેમ્બરે પુંછમાં અને 18 સપ્ટેમ્બરે ઉરીમાં પણ આ પ્રકારનાં જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનાં પરથી સાબિત થાય છે કે આ આતંકવાદીઓની પાછળ બીજુ કોઇ નહી પણ પાકિસ્તાન જ છે.

You might also like