બેનામી સપંત્તી મુદ્દે તેજસ્વી અને રાબડીની આઇટી દ્વારા પુછપરછ

પટના : બેનામી સંપત્તી મુદ્દે આવકવેરા વિભાગે બિહારનાં પુર્વ મુખ્યમંત્રી રાબડીદેવી અને પૂર્વ ડેપ્યુટી સી.એમ તેજસ્વી યાદવની પુછપરછ કરી છે. લાલુ યાદવનાં પરિવારની વિરુદ્ધ ભાજપ નેતા સુશીલ મોદીનાં ખુલાસા બાદ કેસ દાખલ કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મુદ્દે બિહારમાં નીતીશ કુમારે આરજેડી સાથે સંબંધ તોડી ભાજપની સાથે સરકાર બનાવી હતી.

નીતીશ કુમાર સતત ભ્રષ્ટાચારનાં આરોપોમાં ઘેરાયેલા પુર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વીની સ્પષ્ટતાની માંગણી કરી હતી. નીતીશ કુમાર સતત ભ્રષ્ટાચારનાં આરોપોમાં ઘેરાયેલા પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વીની સ્પષ્ટતા માંગી રહ્યા હતા પરંતુ જ્યારે તેમણએ કોઇ પ્રકારની સ્પષ્ટતા નહોતી આપી ત્યારે નીતિશ કુમારે આરજેડી અને કોંગ્રેસ સાથે ગઠબંધન તોડીને મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું.

આ મુદ્દે આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી મીસા ભારતી તેમનાં પતિ શૈલેષ કુમારની પણ પુછપરછ કરવામાં આવી ચુકી છે. નોંધનીય છે કે, આવકવેરા વિભાગ લાલુ પ્રસાદ અને તેમનાં પરિવાર દ્વારા બેનામી સંપત્તી મુદ્દે દિલ્હી અને પટનામાં મોંઘી સંપત્તીઓ ખરીદવા માટે નકલી કંપનીઓનાં નામનો ઉપયોગ કરવા મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત લાલુ યાદવ અને તેમનાં પરિવારની કેટલીક અન્ય સંપત્તીઓ પર પણ ઇડી દ્વારા અગાઉ દરોડા પાડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જુનમાં આવકવેરા વિભાગે લાલુ યાદવનાં પરિવારની કુલ 12 સંપત્તીઓને એટેચ કરી હતી. બેનામી સંપત્તીનો વિવાદ સામે આવ્યા બાદ નીતીશ કુમારે મહાગઠબંધન તોડીને લાલુ યાદવની પાર્ટી સાથે છેડો ફાડીનાખ્યો હતો.

You might also like