દક્ષિણ ચીનના ટેન્ગ ફેહુ નામના ૪૩ વર્ષના જાંબાઝે આપણે જેની કલ્પના પણ ન કરી શકીએ અેવું કરતબ કરી બતાવ્યું છે. આ કરતબ હતું નાકથી હવા ફૂંકીને એકસાથે ૧ર ટાયર ફુલાવવાનું. ટેન્ગ વર્ષોથી માર્શલ આર્ટ્સ અને કિગૉન્ગ જેવી પરંપરાગત ચાઇનીઝ પ્રેક્ટિસનો અનુભવી છે.
વધારાની આવક ઊભી કરવા માટે તે માર્શલ આર્ટ્સનાં સ્ટ્રીટ પર્ફોર્મન્સ પણ કરતો આવ્યો હતો, જોકે થોડાંક વર્ષ પહેલાં તેણે એક વીડિયોમાં નાકથી હવા ભરવાનો સ્ટન્ટ જોયો અને એમાંથી પ્રેરણા લઇને તેણે જાતે પ્રેક્ટિસ કરવી શરૂ કરી. લગભગ ત્રણેક વર્ષની મહેનત પછી તે નાકથી ટાયરમાં હવા ભરવાની કળામાં પારંગત થઇ ગયો. હવે અઢી મિનિટમાં એકસાથે ૧ર ટાયર ફુલાવવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તેના નામે થયો છે.