અમેરિકાના 27 સાંસદ પહેલી વખત આવશે ભારતની મુલાકાતે

વોશિંગ્ટન: અમેરિકાનો રેકોર્ડ, 27 સાંસદ આ મહિનામાં ભારત આવશે, જે એવું દેખાડે છે તે અમેરિકાના સાંસદોએ નવી દિલ્હી સાથે સંબંધ મજબૂત કરવાના પ્રયત્નો ઝડપી કરી દીધા છે. રિપબિલ્કન અને ડેમોક્રેટિક પાર્ટીઓના ટોપ સાંસદ અલગ અલગ ગળમાં ભારત આવી રહ્યા છે. અમેરિકામાં ભારતના રાજદૂત નવતેજ સરનાએ આ વાતને મહત્વપૂર્ણ પગલું કહ્યું છે.

નવતેજ સરનાએ કહ્યું કે આવી મુલાકાત દેખાડે છે કે ભારત અમેરિકાના સંબંધો માટે બંને દળોનું સમર્થન પ્રાપ્ત છે અને આ સંબંધો મજબૂત કરવાના અમેરિકાન પ્રયત્નોનો ભાગ છે. સંસદના રેકોર્ડ પરથી જાણવા મળે છે કે ભારત આવનારા અમેરિકાના સાંસદોની આ સૌથી મોટી સંખ્યા છે.

19 સાંસદોનું સૌથી મોટું દળ 20 થી 25 ફેબ્રુઆરી સુધી ભારતમાં હશે અને એ દરમિયાન તેઓ નવી દિલ્હી અને હૈદરાબાદમાં રોકાશે. યાત્રા દરમિયાન સાસંદોનો ઉચ્ચ અધિકારીઓ, નેતાઓ, થિંક ટેન્ક સંસ્થાઓના સભ્યો અને સરકારી સંગઠનોને મળવાનો કાર્યક્રમ છે. બંને દળોના આઠ સાંસદોનું એખ અન્ય દળ 20 થી 23 ફેબ્રુઆરી સુધી ભારતમાં રહેશે અને એ લોકા નવી દિલ્હી અને બેંગ્લોર જશે.

સરનાએ કહ્યું, નવા વ્યવસ્થાપક આવ્યા બાદ આ મહત્વપૂર્ણ છે. અમે ભાગ્યશાળી છીએ કે કુલ 27 સાંસદોના બે દળ આ મહિને ભારત આવી રહ્યા છે આ એક નાની સંખ્યા નથી. અનૌપચારિક આંકડા અનુસાર વર્ષ 2000 થી લઇને અત્યાર સુધી અમેરિકાના સાંસદ 42 વખત ભારતની યાત્રા પર આવ્યા છે.

You might also like