ક્રેડિટ કાર્ડ પરથી સરચાર્જ હટાવવાની ભલામણ

નવી દિલ્હી:  ભારતીય રિઝર્વ બેન્કની એક સમિતિએ ક્રેડિટ કાર્ડથી કરવામાં આવેલ ચૂકવણા પર સરચાર્જ હટાવી દેવાની ભલામણ કરી છે અને આ પગલાથી દેશના કરોડો ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને રાહત મળી શકે છે.

મધ્યમ અવધિમાં નાણાકીય સમાયોજનનો રાહ બતાવવા માટે દીપક મોહન્તીની અધ્યક્ષતામાં રચાયેલ સમિતિએ પોતાનો અહેવાલ આરબીઆઈને આપ્યો છે અને ઘણી બધી ભલામણો કરી છે અને તેમાં મુખ્ય ભલામણ સરચાર્જ હટાવવાની છે.
સમિતિએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે અત્યારના સમયમાં ઘણા બધા વિક્રેતા ક્રેડિટ કાર્ડથી થનાર ચૂકવણા પર સરચાર્જ લગાવીને કાર્ડ પેમેન્ટની વિધ્ધ ભેદભાવ કરી રહ્યા છે. વિક્રેતાઓએ આ પ્રકારનો કોઈ સરચાર્જ લગાવવાની જર નથી. આ સિસ્ટમમાં પોતાની મરજીથી જોડાવવાનો વિક્રેતાઓએ નિર્ણય લીધો હતો અને હવે તેમને આવા કોઈ સરચાર્જલગાવવાની જર નથી.

ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરવાથી અત્યારે ૩ ટકા ચાર્જ લાગે છે. દેશમાં ૨૦૧૫ના ઓકટોબર સુધી ક્રેડિટ કાર્ડના ગ્રાહકોની સંખ્યા ૨.૨૯ કરોડ જેટલી છે. આ લોકોને હવે ઘણી બધી રાહત મળશે તેવી સંભાવના દેખાય છે.

સાથોસાથ આ સમિતિએ સ્વાઈપ મશીનોની સંખ્યા વધારવાની પણ ભલામણ કરી છે. પોઈન્ટ ઓફ સેલ મશીનોની સંખ્યા ઘણી ઓછી છે અને અનેક નાનામોટા વેપારીઓ જાણીજોઈને આ સિસ્ટમથી દૂર ભાગી રહ્યા છે કારણ કે મશીન લગાવવાનો પ્રારંભિક ખર્ચ વધુ થાય છે અને કરચોરી કરવા માટે પણ તેઓ મશીન લગાવવા માગતાં નથી. આમ આરબીઆઈને સમિતિએ કેટલીક ભલામણો ચોટદાર કરી છે અને સરચાર્જ હટાવી દેવાની ભારપૂર્વક ભલામણ કરી છે ત્યારે રિઝર્વ બેન્ક આ ભલામણ પર ગંભીરતાથી ધ્યાન આપશે તેવું દેખાઈ રહ્યું છે.

You might also like