નાસ્તામાં બનાવો હેલ્ધી ટેસ્ટી પાલક પનીર સેન્ડવીચ

નાસ્તો કરવો એ દિવસનું જરૂરી મીલ થઇ ગયું છે, તે માટે તેના સ્વાદની સાથે સાથે પૌષ્ટિક હોવું જરૂરી છે. ખાસ કરીને જ્યારે વાત છોકરાઓની આવે ત્યારે તેમને નાસ્તામાં એવું આપવું જોઇએ જે સ્વાદિષ્ટ અને વધારે પૌષ્ટિક હોય. કારણ કે છોકરાઓ આરામથી કોઇ પૌષ્ટિક ચીજ ખાવા માટે રાજી હોતા નથી. તેવા સમયે તમારા બાળકના ટિફીનમાં શું ભરવું તે સવાલ તમને રોજે રોજ પરેશાન કરે છે. તો આજે અમે તમને એક એવા નાસ્તા માટે જણાવીશું કે જે ફક્ત ટેસ્ટી નથી પરંતુ ઘણો હેલ્ધી પણ છે. આ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો છે પાલક પનીર સેન્ડવીચ, બાળકો હોય કે મોટા લોકા બધા શોખથી ખાય છે. પાલક અને પનીર બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તો ચલો જાણીએ પાલક પનીર સેન્ડવીચ બનાવાની રેસિપી.

સામગ્રી:
પાલક- 2 નાની જુડી
પનીર- 200 થી 250 ગ્રામ
બ્રાઉન બ્રેડ- 8 સ્લાઇસ
બટર- 1 મોટી ચમચી
લસણની પેસ્ટ- 2 નાની ચમચી
લીલા મરચાં- 2 થી 3
ડુંગળી- 2 નાની
ચાટ મસાલો- 1 નાની ચમચી
સ્વીટ ચીલી સોસ- સ્વાદ અનુસાર

રીત:-
સૌથી પહેલાં નોન સ્ટીક તવા પર બટર ગરમ કરો ત્યારબાદ તેમાં લસણ નાંખીને 1 મિનીટ સુધી લાઇટ ફ્રાઇ થવા દો. ફ્રાઇ થઇ જાય પછી તેમાં લીલા મરચાં અને ઝીણી સમારેલી ડુંગળી નાંખો અને 1 મિનીટ સુધી લાઇટ ફ્રાય કરો. હવે તેમાં ઝીણું સમારેલું પાલક નાંખો અને 1 મિનીટ સુધી પકવવા દો અને પછી છીણેલું પનીર નાખીને 2 મિનીટ સુધી ફ્રાઇ કરો. પેસ્ટને ફ્રાઇ કરી લીધા પછી તેમાં ચાટ મસાલો નાખો અને તેની અંદર બરોબર મિક્સ કરી દો પછી તવાને ગેસ પરથી ઉતારી લો.

હવે બ્રેડ સ્લાઇસ પર બટર લગાવો અને તે પછી તેની ઉપર પનીર અને પાલકની પેસ્ટ બરોબર લગાવી દો અને બીજી બ્રેડ સ્લાઇડથી તેને ઢાંકી દો. આવી રીતે બાકીની બીજી સેન્ડવીચ પણ તૈયાર કરી લો. સેન્ડવીચને ગ્રીલરમાં શેકો અથવા તો સેન્ડવીચ મેકરમાં શેકી લો. જ્યારે સેન્ડવીચ બે બાજુથી થોડી બ્રાઉન થઇ જાય તો સમજી લેવુ કે સેન્ડવીચ તૈયાર છે. હવે તેને પ્લેટમાં નિકાળીને સ્વીટ ચીલી સોસ સાથે પીરસો ક્યાંતો પછી બાળકના લંચ બોક્સમાં ભરો

You might also like