વસાણા માટેની ખાસ ટિપ્સ..

ઘઉંનું સત્ત્વ બનાવવા માટે સાૈપ્રથમ ઘઉંને ૧૦થી ૧૨ કલાક પલાળી દો. ત્યાર બાદ બીજા દિવસે તેને અેક કપડાની પોટલી વાળીને અેક ટોપલીમાં રાખી મૂકવા બરાબર સુકાઈ જાય અેટલે ઘઉંમાં ફણગા થઈ જશે. ત્યારબાદ ફણગાવેલા ઘઉંને સૂકવી તેનો કરકરો લોટ બનાવો.

ઘઉંના સત્ત્વની ન્યુટિ્રશિયન વેલ્યુ ગણવા માટે અેક્સપર્ટ ડાયટિશિયનના મતે ૨૫૦ ગ્રામ સત્ત્વની ગણતરી કરી શકાય.

ખારેકમાં પ્રોટીનની માત્રા ૨.૫ ગ્રામ, મિનરલ્સ ૨.૧ ગ્રામ, ફાઈબર ૩.૯ ગ્રામ, કેલેરી ૩૧૭, કેલ્શયમ ૧૨૦ મિલી ગ્રામ, ફોસ્ફરસ ૫૦ મિલી ગ્રામ, અાર્યન ૭.૩ ગ્રામ, કેરોટીન ૨૬ મિલી ગ્રામ રહેલી છે જે અારોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

૧૦૦ ગ્રામ બદામની ન્યુટિ્રશિયન વેલ્યુ ગણીઅે તો બદામમાં પ્રોટીન ૨૮.૮ ગ્રામ, મિનરલ્સ ૨.૯ ગ્રામ, ફાઈબર ૧.૭ ગ્રામ, કેલેરી ૬૫૫, કેલ્શયમ ૨૩૦ મિલીગ્રામ, અાર્યન ૪.૫ મિલીગ્રામની માત્રા રહેલી છે.

ઘઉંના સત્ત્વના પાકમાં ઘઉંની ન્યુટિ્રશિયન વેલ્યુ ડાયટિશિયનના મતે ઘણી છે. જેવી કે ઘઉંમાં પ્રોટીનનું પ્રમાણ ૧૨.૦૧, કાર્બોહાઈડ્રેટ ૬૯.૦૪, કેલેરી ૩૪૧, મોઈર ૧૨.૦૨, કેલ્શયમ ૪૮ મિલી ગ્રામ, અાયર્ન ૧૧.૦૫ મિલી ગ્રામ, ફોસ્ફરસ ૩૫૫ મિલી ગ્રામ અને વિટામિન બી સારા પ્રમાણમાં મળે છે. ઈન્સ્ટન્ટ અેનર્જીનો સારો સ્ત્રોત ઘઉં છે.

શિયાળામાં ઠંડી હોવાના કારણે હાઈ પ્રોટીન, વિટામિન, મિનરલ્સ ધરાવતી વાનગીઅો ઉપયોગમાં લઈ શકાય. અા સિઝનમાં ઘઉંની, બાજરીની અથવા તો અોટસની રાબ બનાવી શકાય. અાદુ, સૂંઠ, ગંઠોડા, ગોળ, ડ્રાયફ્રૂટ, તળેલો ગુંદર, ખજૂર, કોપરું વગેરેનો ઉપયોગ ભરપૂર કરી શકાય.

You might also like