ઘરે જ બનાવો ખેતલાઆપા જેવી ચા…

વરસાદ આવે એટલે સૌથી પહેલા આપણે ચાની યાદ આવે. આમ પણ ચા તો સૌને ગમતી જ હોય છે. સવારે ઉઠીને સૌથી પહેલાં શું યાદ આવે તો કહે ચા અને કામમાંથી કંટાળો આવે તો શું યાદ તો પણ આવે, ચા…

આપણા જીવનમાં ચાનું મહત્વ જરા પણ ઓછું નથી હોતું. આમ જોવા જઈએ તો ચા બનાવવાની રીતમાં ખાસ ફેરફાર ના હોવા છતાં સૌના ઘરમાં અલગ-અલગ સ્વાદની ચા બનતી હોય છે. ત્યારે ખેતલાઆપા જેવી જ ચા ઘરે કેવી રીતે બનાવાવી તે જોઈએ….

ચા બનાવવાની રીત
સામગ્રી-

 • અડધો ટુકડો આદુ
 • 2-3 પાન ફુદીનાના
 •  એક કપ દૂધ
 • અડધો કપ પાણી
 • એક ચમચી ચા પત્તી
 • બે ટેબલ સ્પૂન ખાંડ

બનાવવાની રીત
પહેલા એક તપેલીમાં અડધો કપ પાણી મુકીને બરાબર રીતે ઉકળવા દો. ત્યાર બાદ તેમાં ચા પત્તી નાખો અને થોડીવાર માટે ઉકળવા દો. હવે તેમાં ખાંડ, દૂધ નાખી બરાબર ઉકળી જાય પછી તેમાં આદુ અને ફુદીનો નાખી ફરીવાર ઉકાળો. જેથી ચાની સુંગંધ આવશે. ત્યાર બાદ ગરમા ગરમ ચા પીરસો.

ચા બનાવવતી વખતે ધ્યાનમાં રાખવાની ટીપ્સ

 • ચાને હંમેશા ઉકળતા પાણીમાં જ નાખો. તેનાથી રંગ અને ફ્લેવર સારો આવે છે.
 • દૂધ અને ચા નુ પ્રમાણ તમારા સ્વાદમુજબ નાખીને એકવાર સારી રીતે ઉકાળો. તમે ચાહો તો ચમચાથી તેને હલાવતા રહો.
 • વધુ પડતી ઉકાળવાથી ચા નો સ્વાદ કડવો થઈ જાય છે. તેથી ચા બનાવતી વખતે સમયનુ ધ્યાન આપો.
 • જો તમને લાઈટ ચા નો સ્વાદ પસંદ છે તો પત્તીદાર ચાનો ઉપયોગ કરો.
 • કડક ચા માટે ઝીણી ચા પત્તીનો ઉપયોગ કરો.
 • ગુલાબી ચા માટે દાનેદાર ચા ઉપયોગમાં લો.
 • 6 મિનિટથી વધુ સમય સુધી ચા ન ઉકાળો. ફૂડ એક્સપર્ટ પણ આ સલાહ આપે છે.
 • હંમેશા તાજી ચા જ પીવો. વધુ સમય સુધી ચાને વાસણમાં ન મુકો કે ન તો તેનો ઉપયોગ કરો.
You might also like