ઘરે બનાવો ચટપટ્ટુ મિક્સ વેજ રાઈતુ

સામગ્રી

૧ કપ ઝીણા કાપેલા શાક (ગાજર, કેપ્સીકમ, કોબી, કાકડી)
૩ કપ દહીં
૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો
૧ ટીસ્પૂન રાઈની દાળ
૧/૨ ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ
લીલા ધાણા
મીઠું સ્વાદ પ્રમાણે

બનાવવાની રીત
દહીમાંથી પાણી નિતારી, બ્લેન્ડરથી તેની સ્મુધ પેસ્ટ બનાવવી.
દહીના થોડા પાણીમાં રાઈ નાંખી, એક કલાક પલાળી રાખવી.
પછી દહીંમાં મરચાની પેસ્ટ અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરવું.
ત્યારબાદ તેમાં બધા શાક નાંખી, મિક્સ કરવું.
પછી રાઈને બરાબર ફીણી દહીંમાં નાંખી, મિક્સ કરવું.
ફ્રિજમાં મૂકી ઠંડું કરી ઉપયોગમાં લેવું.
પીરસતી વખતે તેમાં ચાટ મસાલો અને લીલા ધાણા નાંખવા.

You might also like