આ રીતે બનાવો ટેસ્ટી “મેઁગો ગ્રિલ્ડ સેન્ડવિચ”!

સામગ્રી

6 નંગ બ્રેડ સ્લાઇસ (હોલ વ્હીટ બ્રેડ પણ લેવાય )
2 પાકી કેરી

1 કાંદો
6 ચીઝ સ્લાઇસ
2 ટી સ્પૂન ગોળ
મરચું પાવડર
ધાણાજીરુ પાવડર
આમચૂર પાવડર
તંદૂરી મસાલો અથવા ગરમ મસાલો
ચાટ મસાલો
જીરુ
મીઠુ
તેલ
બટર

બનાવવાની રીત

એક પેનમાં તેલ લો. તેમાં જીરૂ નાખો. કેરીના જીણા પિસ કરીલો .તેને વઘારીલો .
તેમાં સ્વાદ અનુસાર મરચું, ધાણાજીરૂ, મીઠું, આમચૂર, તંદુરી મસાલો અને ગોળ નાખીને ચઢવા દો. આ થઈ કેરીની ચટણી તૈયાર.
હવે બ્રેડ પર ચીઝ સ્લાઇસ મુકો. તેના પર મેઁગો ચટણી પાથરો.જીણા કાંદા સમારીને પાથરો .
અને બ્રેડ ઉપર બટર લગાડીને ગ્રિલ સેન્ડવિચ મેકરમાં ગ્રિલ કરીલો. તેના ઉપેર ચાટ મસાલો છાટો. સેન્ડવિચ રેડી ટુ સર્વ.

You might also like