ઘરે બનાવો ચોકલેચ આઈસક્રીમ, બધા ચાટતા રહી જશે

ચોકલેટ આઇસક્રીમ એવું ડેઝર્ટ છે કે જેનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય. તેનાં ભાવવાની કોઇ ઉંમર હોતી નથી. તેથી જ તો દરેકને ભાવતો ચોકલેટ આઇસક્રીમ બનાવો ઘરે અને જીતો સૌનું દિલ

સામગ્રી :
દૂધ 1 લીટરકોર્નફ્લોર 1 ચમચી
ખાંડ 200 ગ્રામ
ક્રીમ 3 કપ
ડ્રિંકિગ ચોકલેટ પાઉડર 1 ટેબલ સ્પૂન
મિલ્ક પાવડર 1 ટેબલ સ્પૂન
ચોકલેટ અથવા વેનિલા એસેંસ 4 ટીપા
ગાર્નિશિંગ માટે-
ચોકલેટની કતરણ
ચોકલેટ સિરપ

રીત :
-ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા માટે સૌ પ્રથમ દૂધને ગેસ પર ગરમ કરવા મુકો.
-અડધો કપ દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરીને દૂધ ઉકળે ત્યારે તેમાં નાખી દો.
-હવે દૂધમાં ખાંડ મિક્સ કરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
-ઠંડુ થયા પછી તેમાં ક્રીમ, ચોકલેટ પાવડર, કોકો પાવડર, મિલ્ક પાવડર અને એસેન્સ નાખો.
– હવે આ મિશ્રણને મિક્સરમાં ક્રશ કરી લો.
-તેને એક એલ્યુમિનિયમ ટિનમાં ભરી ફ્રિઝરમાં મુકી દો.
-જામી જાય ત્યારે ફરી મિક્સરમાં ક્રશ કરો જેથી અંદર બરફના કણ ન રહે,
-તેને 15-20 મિનિટ માટે ફ્રીઝરમાં મુકો, જામી જાય એટલ બહાર કાઢી લો
-હવે તેની ઉપર સીરપથી ગાર્નિશ કરીને સર્વ કરો.

You might also like