ઉનાળાના વેકેશનમાં ઘરે જ બનાવો ‘માવા કુલ્ફી’

સામગ્રી: 
3 મોટી ચમચી – માવો
1/2 લીટર – ફુલ ક્રીમ દૂધ
1/2 ચમચી – ઇલાયચી પાઉડર
1 નાની ચમચી – કોર્નફ્લોર
1 ચમચી – પીસ્તા
1 ચમચી – બદામ
2 ચમચી – ખાંડ
1/4 કપ – પાણી

રીત:

-સૌ પ્રથમ એક વાસણમાં દૂધ ઉમેરી તેજ આંચ પર ગરમ કરો. ઉભરો આવે એટલે આંચ મધ્યમ કરી લો.

-તે ઘટ્ટ થાય ત્યા સુધી ગરમ કરો. હવે ચમચીની મદદથી વાસણની ચારેય તરફ જામી ગયેલા દૂધને લઇ લો જેથી તે ચોંટે નહીં.

-હવે પાણીમાં કોર્નફ્લોર ઉમેરીને મિક્સ કરો. ધ્યાન રહે કે તેમા ગઠ્ઠા ન પડે.

-હવે આ મિશ્રણને દૂધમાં મિક્સ કરી બરાબર હલાવો.

-હવે તેમા ખાંડ, બદામ, પિસ્તા, માવો અને ઇલાયચી પાઉડર ઉમેરી 5 મિનિટ સુધી ગરમ થવા દો.

-હવે ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા દો.

-મિશ્રણને મોલ્ડમાં ઉમેરી તેને ફ્રીઝરમાં ચિલ્ડ થવા દો. ચારથી પાંચ કલાકમાં તે ચિલ્ડ થઇ જશે.

-તે બાદ તેને બહાર કાઢીને બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરો બાદમાં પરિવાર સાથે તેની મજા માણો

You might also like