ઘરે જ બનાવો McD જેવું આલુ ટીક્કી બર્ગર

હાલમાં વેકેશનની મોસમ ચાલી રહી છે. બાળકો દરરોજ સાંજે કંઈકને કંઈક વેરાયટી બનાવવાનું કહે છે. અથવા તો બહાર જમવા જવાની જીદ કરે છે, તો આ સમયે બાળકોને ખુશ કરવા માટે તમે ઘરે જ McD જેવુ આલુ ટીક્કી બર્ગર બનાવી લો.

આલુ ટીક્કી બર્ગર બનાવવાની સામગ્રી:
બાફેલા બટેટા: 4 નંગ
લીલા વટાણા: 1/2 કપ
બ્રેડ ક્રમ્સ: 8 ટે.સ્પુન
કોર્ન ફ્લોર: 1 ટે સ્પુન
આદુની પેસ્ટ: 1 ટી.સ્પુન
ઝીણી સમારેલી કોથમરી: 2 ટે સ્પુન
ગરમ મસાલો: 1/2 ટી.સ્પુન
લીંબુનો રસ: 1 ટી.સ્પુન
ખાંડ: 1/2 ટી.સ્પુન
મીઠુ: સ્વાદ અનુસાર
તેલ: જરૂર મુજબ

આલુ ટિક્કી:
બર્ગર બન્સ: 4 નંગ
બટર: 2 ટે સ્પુન
ટોમેટો કેચઅપ: 4 થી 6 ટે.સ્પુન
લેટ્યુસના પાન: 8 નંગ
મેયોનિઝ: 8 ટે.સ્પુન
ટમેટા: 4 નંગ
ડુંગળી: 4 નંગ
ચીઝ સ્લાઈસ: 8 નંગ

રીત:
સૌ પ્રથમ તેલ સિવાયની બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લો અનેઅડધા બ્રેડ ક્રમ્સને તેમાંથી અલગ રાખો.આ સામગ્રીમાંથી આલુ ટિક્કી બનાવી બાકી બચાવેલા બ્રેડ ક્રમ્સમાં રગદોળીને શેલો ફ્રાય કરો.ત્યારબાદ બર્ગર બનને વચ્ચેથી કાપી અંદરના ભાગ પર બટર લગાવી દો અને તેને પેનમાં શેકી લો. હવે તેના એક ભાગ પર કેચઅપ લગાવી દો. તેના ઉપર લેટ્યુસના પાન અને આલુ ટિક્કી મુકો.ત્યારબાદ મેયોનિઝ સ્પ્રેડ કરો. તેના ઉપર 2 ટમેટાની સ્લાઈસ અને ડુંગળીની સ્લાઈડસ મુકો.તેની ઉપર ચીઝ સ્લાઈસ મુકો અને ઉપર બનનો બીજો ભાગ મુકી દો. તૈયાર છે આલુ ટિક્કી બર્ગર.

You might also like