‘માર્બલ કેક બિસ્કીટ’ કે જે લોકોમાં સૌથી લોકપ્રિય બિસ્કીટ છે કે જે નાસ્તા માટે સૌથી બેસ્ટ આઇટમ છે. તો શીખો કે તમે ઘરે બેઠાં તમે કઇ રીતે બનાવશો ‘માર્બલ કેક બિસ્કીટ’.
‘માર્બલ કેક બિસ્કીટ’ બનાવવાં જોઇતી સામગ્રીઃ
1 બાઉલ મેંદો
4 ચમચી કોર્નફ્લોર
1 ચમચી બેકીંગ પાઉડર
1/2 ચમચી મીઠો સોડા
1/2 ચમચી બાઉલ પીળું માખણ
3 ચમચી દળેલી ખાંડ
1/2 ચમચી ઠંડુ દૂધ
3 ચમચી કોકો પાઉડર
1/2 ચમચી ગ્લાસ દૂધ
1/2 ચમચી વેનીલા એસેન્સ
2 ચમચી ટૂટી ફ્રૂટી ચેરી
2 ચમચી બદામ
માર્બલ કેક બિસ્કીટ બનાવવા માટે સૌથી પહેલાં મિક્ષીંગ બાઉલમાં મેંદો નાંખો પછી તેમાં કોર્નફ્લોર, બેકીંગ પાઉડર, મીઠો સોડા નાંખી તેને મિક્ષ કરો. ત્યાર બાદ બીજા બાઉલમાં પીળું માખણ, દળેલી ખાંડ અને ઠંડું દૂધ નાંખો. પછી તેને બરાબર મિક્ષ કરો.
આમાં મેંદાનું મિશ્રણ અને દૂધ નાંખી પછી તેને મિક્ષ કરો. બાદમાં વેનીલા એસેન્સ નાંખી તેને બરાબર હલાવો.
અન્ય એક બાઉલમાં કોકો પાઉડર અને દૂધનું મિશ્રણ કરો. બાદમાં બેકિંગ ટ્રેમાં ઓઇલ લગાવી તેને ફેલાવો. પછી બરાબર આ આઇટમનું ફિનિશિંગ કરી તેને ટૂટી ફ્રૂટી ચેરી અને બદામથી બરાબર સુશોભિત કરી 150 ડિગ્રી પર 40 મિનીટ સુધી ગરમ કરો. ડી-માઇક્રો કરો.