ફટાફટ બનાવો તેલ વગરનું ‘લીંબુનું તીખુ અથાણું’

લીંબુનું તીખ્ખું અથાણું (Pickle)

સામગ્રી:

5 લીંબુ
250 ml પાણી

1 ચમચી હળદર
2 ચમચી મીઠું
અડધી ચમચી હીંગ
2 ચમચી લાલ મરચું

બનાવવાની રીત:
કુકરમાં પાણી લઈ લીંબુ નાખી 5 સીટી બોલાવી લો.
પછી લીંબુને બહાર કાઢી તેના ચાર ટૂકડાં કરી બીજ કાઢી લો.
ત્યારબાદ તેમાં મીઠું અને હળદર ઉમેરી બરાબર હલાવી 10 મિનિટ માટે મૂકી રાખો.
10 મિનિટ બાદ તેમાં હીંગ અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી લો
તો તૈયાર છે તેલ વગરનું લીંબુનું અથાણું.

You might also like