આ દિવાળીએ તમે ઘેર બેઠાં બનાવો રંગબેરંગબી ઘૂઘરાં

સામાન્ય રીતે દરેક તહેવાર પર લોકો અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવતાં હોય છે. ને તેમાંય લોકો દિવાળી સમયે મીઠાઇ તરીકે ઘૂઘરાં પણ બનાવતાં હોય છે. સાથે દિવાળી કે હોળીનાં સમયે બજારમાં પણ ઘૂઘરાં મળતાં હોય છે પરંતુ જે સ્વાદ ઘરનાં ઘૂઘરામાં હોય છે તેવો સ્વાદ બહાર બજારનાં ઘૂઘરામાં પણ નથી હોતો. હવે આ વર્ષે તમે જો ઇચ્છતા હોવ કે દિવાળીમાં ઘૂઘરામાં કંઇક વેરાઇટી કરીએ તો આ વખતે તમે ઘેર બેઠાં બનાવો સ્વાદથી ભરપૂર અવનવાં રંગબેરંગબી ઘૂઘરાં.

રંગબેરંગબી ઘૂઘરા બનાવવા જોઇતી સામગ્રીઃ
1 કપ મેંદો
ઘી
250 ગ્રામ માવો
1 કપ ખાંડ
1 ચમચી ઇલાયચી પાવડર
1 મુઠ્ઠી કેસર અથવા પિસ્તાનો પાવડર
2 ચમચી તેલ

રંગબેરંગબી ઘૂઘરા બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ રંગબેરંગબી ઘૂઘરાં બનાવવા માટે એક વાસણમાં મેંદો લો અને તેમાં ઘી નાંખો. ત્યાર બાદ તેમાં પાણી નાંખીને તેને બરાબર ગૂથી નાંખો.

પછી જો તમે લાલ રંગનાં ઘૂઘરાં બનાવવા ઇચ્છતાં હોવ તો તમે કેસરને મેંદામાં ભેળવી તમે લાલ ઘૂઘરાં બનાવી શકો છો. જો તમે લીલા રંગનાં ઘૂઘરા બનાવવા ઇચ્છતાં હોવ તો તમે તેમાં પિસ્તાનાં પાઉડરનું મિશ્રણ કરી કેટલાંક લીલા ઘૂઘરા બનાવો.

હવે તમે માવો લઇ લો અને તેને બરાબર હલાવી ફ્રાય કરી દો. પછી માવામાં ખાંડ નાંખી દો અને તેને એક વાસણમાં લઇ લો. હવે મેંદાનાં નાના-નાના ગુલ્લા તમે તૈયાર કરી લો અને પછી ઘૂઘરાનાં આકારમાં તેને વણી લો. પછી તેમાં માવાનું મિશ્રણ કરો એટલે કે તેને બનાવેલા ગુલ્લામાં ભરી દો. માવો આમાં ભરતી વખતે તેની કિનારીની બાજુ થોડું પાણી લગાવી દો. પછી કઢાઇમાં ઘી ગરમ કરો અને તેમાં આ માવો ભરેલાં ગુલ્લા નાંખો અને ઘૂઘરા તળી લો.

તો હવે લો તમારા રંગબેરંગબી ઘૂઘરા થઇ ગયા તૈયાર.

You might also like