કેરીની સિઝનમાં ઘરે બનાવીને માણો ‘મેંગો મિલ્ક શેક’

કેરીની સિઝન પુર બહારમાં ચાલી રહી છે તેવામાં હાલમાં અધિક માસ પણ છે જો આપ આ સિઝનમાં કેરીનો લુત્ફ ઉઠાવી રહ્યાં છો તો સાથે સાથે ઘરે જ મેંગો મિલ્ક શેક પણ ટ્રાય કરો.

સામગ્રી-
-1 લીટર દૂધ
-500 ગ્રામ કેરી

-200 ગ્રામ ખાંડ
-1 ચમચી કસ્ટર્ડ પાવડર
-ડ્રાયફ્રૂટસની કતરણ

રીત-
-કેરીને છોલીને તેના નાના-નાના ટુકડા કરી લો.
-દૂધની અંદર કેસર કેરી ઉમેરો દો.
-દૂધમાં એક ચમચી કસ્ટર્ડ પાવડર અને ખાંડ ઉમેરી તેમાં બ્લેન્ડર ફેરવો
-લો તૈયાર છે મેંગો મિલ્ક શેક
-જો ઇચ્છો તો તેને ડ્રાયફ્રૂટ્સની કતરણ અને કેરીનાં ટુકડા ઉમેરીને ગાર્નિશ કરી શકો છો.

(જો આપ કોઇ ઉપવાસ કરી રહ્યાં હોવ તો શેક બનાવતી વખતે કસ્ટર્ડ પાવડર ઉમેરવાની જરૂર નથી)

You might also like