“મેંગો મોહીતો” હવે ઘરે સરળતાથી બનાવવાની રીત

સામગ્રી

1કાચી કેરી
20 થી 30 નંગ ફુદીનાના પાન
1/4 સ્પૂન સંચળ
ખાંડ (ઑપ્ષનલ )
1/4શેકેલું જીરૂ
1 પ્લેઇન સોડા
ફુદીનાના થોડા પાન અને લીંબુ સ્લાઇસ ગાર્નિશિઁગ માટે

બનાવવાની રીત

  • કાચી કેરી ને ગેસ ઉપર મધ્યમ આંચ પર શેકી લેવી .અને 5 મિનિટ ઠંડા પાણી મા રેહવા દઈ તેની છાલ કાઢી લેવી. ત્યાર બાદ મિક્શર જારમા કેરીના ટુકડા, ફુદીનાના પાન, સંચળ, ખાંડ, શેકેલું જીરુ લઈ ક્રશ કરવુ.
  • મિક્શરને જરૂર મુજબ ગ્લાસમા લઈ એમા પ્લેઇન સોડા વોટર મિક્સ કરવુ. અને જરૂર મુજબ આઇસ ક્યુબ ઉમેરવા. ફુદીનાના પાન ,લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કરવુ.
  • તો તૈયાર છે કૂલ કૂલ મોહીતો! જલ્દી બની પણ જશે અને પર્ફેક્ટ ફોર સમર !
You might also like