ફક્ત 15 મિનિટમાં ઘરે બનાવો ‘ચીઝી પાસ્તા’

સામગ્રી

૨૦૦ ગ્રામ પાસ્તા/મેક્રોની
૧ કપ ફ્રેશ ક્રીમ
૧ કપ છીણેલું ચીઝ
૧/૨ ટીસ્પૂન કાળામરી પાવડર
૧ ટીસ્પૂન ઓરેગાનો
૧ ટીસ્પૂન તેલ
મીઠું સ્વાદ મુજબ

રીત

 • એક પેનમાં ૨-૩ ગ્લાસ પાણી લઈ, તેને ગરમ કરવા મુકવું.
 • પાણી ઉકળે એટલે તેમાં એક ટીસ્પૂન તેલ અને પાસ્તા તેમાં નાંખી, બરાબર મિક્સ કરી, ઢાંકણ ઢાંકી, મીડીયમ તાપે, પાસ્તા બાફવા.
 • પાસ્તા બરાબર બફાઈ જાય એટલે એક ચારણીમાં લઈ, તેમાંથી બધું પાણી કાઢી નાખવું.
 • પછી તેની ઉપર થોડું ઠંડું પાણી નાંખી, પાસ્તા ઠંડા કરી, સાઈડમાં રાખવા.
 • એક પેનમાં ક્રીમ લઈ, તેને મીડીયમ તાપે, ગરમ કરવા મુકવી.
 • ક્રીમ ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી, ૨-૩ મિનીટ હલાવતા રહેવું.

 • પછી તેમાં છીણેલું ચીઝ નાંખી, બરાબર મિક્સ કરી, મીડીયમ તાપે, થોડીવાર હલાવતા રહેવું.
 • ચીઝ બરાબર ઓગળી જાય અને સોસ થોડો ઘટ્ટ થવા લાગે એટલે તેમાં મીઠું અને કાળામરી પાવડર નાંખી,મિક્સ કરવું.
 • પછી તેમાં બાફેલા પાસ્તા નાંખી, બરાબર મિક્સ કરી, એક મિનીટ રાખી,ગેસ પરથી ઉતારી લેવું.
 • હવે એક સર્વિંગ બાઉલમાં પાસ્તા લઈ, તેની ઉપર ઓરેગાનો અને લીલા ધાણા નાંખી, ગરમાગરમ પાસ્તા સર્વ કરવા.
 • પાસ્તા જો વહેલા બાફીને રાખવા હોય તો પાસ્તાને ઠંડા કરી, તેમાં થોડું તેલ ઉમેરી, બરાબર મિક્સ કરીને મુકવાથી પાસ્તા એકબીજા સાથે ચોંટી નહી જાય .
You might also like