સમગ્ર ભારતમાં ઉદ્યોગ બાદ આયુષ્યમાં પણ છે ગુજરાતીઓ અવ્વલ

અમદાવાદ: ગુજરાતમાં લોકોનું સરેરાશ આયુષ્ય 68.7 વર્ષ છે જે સમગ્ર ભારતમાં બીજા તમામ રાજ્યાના પ્રમાણમાં 0.8 વર્ષ વધુ માલૂમ પડ્યું છે. આયુષ્ય પર કરવામાં આવેલા અભ્યાસ 2010 અને 2014 જણાવે છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું આયુષ્ય સરેરાશ લાંબું હોય છે.

ભારતની વસ્તી ગણતરી આયોગે જાહેર કરેલા અહેવાલ જણાવે છે કે ભારતમાં પુરુષોનું સરેરાશ આયુષ્ય 66.6 વર્ષ છે જ્યારે મહિલાઓનું સરેરાશ આયુષ્ય 71 વર્ષ છે. વર્ષ 1970-1975માં પુરુષ અને સ્ત્રી વચ્ચેના આ આંકડા 48.8 હતા.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ચાર દાયકામાં ગુજરાત રાજ્યનું સરેરાશ આયુષ્ય આશરે 20 વર્ષ વધ્યું છે. સ્વાસ્થ્ય અધિકારી જે.પી ગુપ્તાના જણાવ્યા પ્રમાણે આયુષ્ય માટેનું સૌથી મોટો માપદંડ બીજા રાજ્યોની સરખામણીમાં સ્વાસ્થ્ય અને સારી તબિયત હતાં.

ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, ‘આયુષ્યનો આધાર કેટલાંક કારણો પર છે જેમ કે સ્વાસ્થ્ય અને સારી અને સુધરેલી જીવનઢબ. ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 12 લાખ બાળકો જન્મે છે અને આશશે 4 લાખ બાળકો એમાંથી મૃત્યું પામે છે.’

તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર બાળ મૃત્યુ આંકને લઈને ચિંતિત છે. 2013માં બાળ મૃત્યુ આંક 36 ટકાથી ઘટની 30 થયો છે. ગુપ્તાએ જણાવ્યું હતું કે સરકાર આ આંકડાને ઓછો કરવા માટે પ્રત્નશીલ છે અને તેની નીચે લાવવા તમામ પ્રયત્નો કરતા રહીશું.

You might also like