આ કારણોથી થાય છે કપલ્સ વચ્ચે ઝઘડાં

કદાચ જ એવું કોઇ લવ કપલ કે લિવ ઇન કપલ ક્યાંતો મેરિડ કપલ હશે જેમની વચ્ચે ઝઘડા થતાં હશે નહીં. ઘણીવાર ઝઘડાનું કારણ ગંભીર પણ હોઇ શકે છે. પરંતુ અમુક વખત આ લોકો વચ્ચે જે વાતને લઇને ઝઘડા થાય છે. તે જાણીને તો ત્રીજું વ્યક્તિ વિચારમાં પડી જાય છે કે કારણ શું છે.

મહિનાનું રાશન
ઘરનું રાશન લાવવાની જવાબદારી જો કોઇ એક પર છે તો ઝઘડો થવાનું કારણ નિશ્વિત છે. આવું એટલા માટે કારણ કે એવું બની શકે છે કોઇ વસ્તુ મહિનાના અધવચ્ચે પૂરી થઇ ગઇ હોય, એવામાં જ્યારે બીજા વ્યક્તિને તેને ઉપયોગ કરવાની જરૂરીયાત હશે તો દેખીતી વસ્તું છે તે તેના પાર્ટનરને ટોન્ટ મારશે. જે વસ્તુઓને 2-3 દિવસે ખરીદવાની હોય છે તેને કોણ લેવા જશે તે વાતને લઇને પણ કચકચ થાય જ છે.

રિમોટ
બાળકો રિમોટને લઇને ઝઘડે તે વાત સમજમાં આવે છે. તે નાદાન હોય છે. પરંતુ પતિ-પત્ની પણ ક્રિકેટ અને સિરીયલ માટે ઝઘડી પડે છે.

ખાવામાં શું બનાવું?
‘આજે ખાવાનું શું છે’ ત્યાંથી લઇને ‘ખાવામાં શું બનાવું ‘ ત્યાં સુધી પતિ-પત્ની વચ્ચે ઘણા લેવલ સુધી ઝઘડા થઇ જાય છે. આ એક એવી સમસ્યા છે જેનું સમાધાન આપણાં પૂર્વજો પાસે પણ નહોતું. આવનારી પેઢી પણ આ મિસ્ટ્રિનું સોલ્યુશન લાવી શકશે નહીં.

બેડ પર ભીનો ટુવાલ
મોટાભાગે પત્નીઓને ફરિયાદ હોય છે કે તેમના પતિ બેડ પર ભીના ટુવાલ ફેંકે છે, કબાટનો સામાન બેડ પર પાથરી દે છે અને ઘણી ચીજવસ્તુઓ એની જગ્યા પર રાખતાં નથી. ઓફિસ જવાની જલ્દીમાં તેમના પતિ મોટાભાગે આવી ભૂલો કરી દે છે અને આમનેસામને  ટોકાટાકી કરે છે પછી વાત ઝઘડા સુધી પહોંચી જાય છે.

ઘરમાં પોતું મારતાં જ ફ્લોરિંગ પર ચાલવું
એક એ ઘરની હમણાં જ સફાઇ કરી હોય, ઘરમાં પોતું માર્યુ હોય અને તે સૂકાય તે પહેલા બીજો પાર્ટનર જમીન પર તેના પગના નિશાન પાડે તો ઝઘડો નકકી જ છે. જો પોતુ કામવાળી એ કર્યું હોય અને પતિ ચંપલ પહેરીને બેડરૂમ સુધી જતો રહે તો પત્નીનું મોઢું ગુસ્સાથી ભરેલું હોય.

નસકોરા, લાઇટ ચાલું રાખીને સૂવું
ઘણા લોકો એવા છે જેને ચાલું લાઇટમાં ઉંઘ આવતી નથી. તો ઘણા એવા પણ હોય છે જેમને અંધારાથી બીક પણ લાગે છે. અને જો બે એવા જ લોકોને રાત સાથે નિકાળવાની હોય તો કચકચ થવા લાગે છે. એવી જ રીતે અમુક લોકો સૂતી વખતે નસકોરા બોલાવે છે. પરંતું તેમની સાથે સૂતા લોકોની ઉંઘ ખરાબ થાય છે. જો પછી ઉંઘ ના આવે તો ચિડીયાપણું તો થાય જ. પછી ઝઘડો નક્કી.

ટોયલેટની સીટને ગંદી કરવી
ઘણા મહિલાઓને પુરુષોથી આ ફરિયાદ રહે છે કે તેઓ ટોયલેટની સીટ ગંદી કરે છે.

સાસરિયા પક્ષની ફરિયાદ
મહિલાઓ પતિની સામે તેના સાસુની ફરિયાદ કરે અને પુરુષ પત્નીના પિયરવાળાની ટીકા ટિપ્પ્ણી કરે તો સમજી લેવું ઝઘડો કરવાનું આમંત્રણ છે.

વાત ના સાંભળવી
મોટાભાગે એવું હોય છે જો કોઇ તેમની વાત નોનસ્ટોપ બોલે જ રાખે અને બીજું તેને સાંભળી રહ્યું ના હોય ક્યાંતો બીજા કોઇ કામમાં વ્યસ્ત હોય તો આ વાત પર પણ બે લોકો ઝઘડી પડે છે.

છોકરાઓનું ભણતર
છોકરાઓનું ભણતર, તેમનું પર્ફોમન્સ અને તેમનો વિકાસ માતા પિતા બંનેની જવાબદારી હોય છે. પરંતુ જો છોકરો ઘરે ટ્રોફી લઇને આવે તો ‘છોકરો કોણો છે’ અને જો સ્કૂલની ફરિયાદ લઇને આવે તો બધો ‘તારો પ્રેમ અને લાડનું પરિણામ છે’ તે વાત પર ઝઘડો થઇ જાય છે.

You might also like