…તો આ કારણથી ઊભા થાય છે રૂંવાટા, આ છે બોડીમાં થનારા કેટલાક ફેરફારોનું કારણ

માણસોની બોડી રહસ્યોનું ઘર છે. આપણે શ્વાસ લઇએ છીએ, ખાવાનું ખાઇએ છીએ અને ઘણા પ્રકારનું કામ કરીએ છીએ. પરંતુ કેટલીક વખત આપણી બોડી કંઇક એવી એક્ટિવિટીઝ કરે છે, જેનું રીઝન ખૂબ જ ઓછા લોકોને ખબર હશે. જેમ કે કેટલીક પરિસ્થિતિઓમાં આપણા શરીરના રૂંવાટા ઊભા થઇ જાય છે. આ ઉપરાંત ઘણા લાંબા સમય સુઘી પાણીમાં હાથ રહેવાથી આપણી સ્કીન સંકોચાઇ જાય છે. આજે અમે બોડીમાં થનારા કેટલાક એવી જ ફેરફાર વિશે કહેવા જઇ રહ્યા છીએ.

રૂંવાટા ઊભા થઇ જવા એટલે કે આપણી સ્કીનના વાળ ઊભા થઇ જવા. આવું ઘણી પરિસ્થિતિઓમાં થઇ શકે છે. જેમકે કેટલીક વખત ઠંડીમાં આપણા રૂંવાટા ઊભા થઇ જાય છે. આ ઉપરાંત કેટલીક વખત ડરથી પણ રૂંવાટા ઊભા થઇ જાય છે. ઠંડી લાગવા પર આપણી બોડીને સ્કીનને ગરમ રાખવા માટે વાળ ઊભા કરી દે છે. જાનવરોમાં પણ આવું જ થાય છે. પરંતુ રૂંવાટા ઊભા થવાનું મુખ્ય કારણ હોય છે એડ્રનાલાઇન. આપણા હોર્મોનના કારણે માણસની સ્કીનમાં ખેંચાણ આવે છે. જેનાથી સ્કીનમાં પોર્સ બહાર આવી જાય છે, ત્યારબાદ પોર્સની સાથે વાળ પણ કડક થઇને ઊભા થઇ જાય છે.

ચામડી સંકોચાઇ જવી
ઘણા લાંબા સમય સુધી પાણીમાં રહેવા પર લોકોની સ્કીન સંકોચાઇ જાય છે. તમે પણ એવું ઘણી વખત જોયું હશે. પરંતુ એનું કારણ ખૂબ જ ઓછા લોકો જાણે છે. હકીકતમાં પાણીની અંદર તમારી ચીજો પર પકડને મજબૂત રાખવા માટે સ્કીન સંકોચાઇ જાય છે.

આંસુ ભરાઇ આવવા
આવું માનવામાં આવે છે કે દુખી થવા પર ઇમોશનલ થવા પર લોકોની આંખોમાં આંસુ આવી જાય છે. પરંતુ હકીકતમાં આંસુ આવવા આંખોને સાફ રાખવાની નેચરલ રીત છે. એનાથી આંખોની નમી બની રહે છે, જેનાથી જોવામાં સમસ્યા થતી નથી.

છીંકવું
જ્યારે આપણી બોડીની અંદર ધૂળ, કચરો અથવા કંઇ પણ બહારની ચીજ શ્વાસ લેવામાં પ્રવેશ કરે છે, ત્યારે માણસને છીંક આવી જાય છે. એના દ્વારા આ બધો કચરો શરીરમાંથી બહાર નિકળી જાય છે.

You might also like