કેમ સાંજના સમયે કચરો વાળવામાં નથી આવતો?

સાંજના સમયે કચરો ન વાળવાનું આપણા વડિલો દ્વારા કાયમ આપણને કહેવામાં આવે છે. પરંતુ આખરે કેમ સાંજે કરચો વાળવો ન જોઇએ. તેની પાછળ ધાર્મિક માન્યતા સાથે જે તે સમયની કેટલીક અગવડો પણ જોડાયેલી છે.

વડિલો દ્વારા એમ કહેવામાં આવે છે કે સૂરજ ડૂબ્યા પછી કચરો વાળવો ન જોઇએ. તેની પાછળ એક એવી ધાર્મિક માન્યતા છે કે સાંજના સમયે કચરો વાળવાથી લક્ષ્મીજી નારાજ થઇ જાય છે. એક કારણ એવું પણ છે કે પહેલાના સમયમાં વિજળી ન હતી. તેથી જ સાંજના સમયે કચરો વાળવાથી  અને વિજળી ન હોવાથી કોઇ કિંમતી વસ્તુ કચરામાં જતી રહે છે.

પહેલાનાં સમયમાં સૂરજ ઢળતા જ દિવાના પ્રકાશે લોકો કામ કરતા હતા. ત્યારે આવા અંધારામાં કચરો વાળવાથી જરૂરી વસ્તુ કચરામાં ચાલી જાય છે. એટલે જ સાંજે કચરો વાળવાનું વડિલો દ્વારા કહેવામાં આવતું હતું.

home

You might also like