રિયલ્ટી સેક્ટરના શેર્સમાં નબળા રિટર્ને રોકાણનું આકર્ષણ ઘટ્યું

અમદાવાદ: રિયલ્ટી સેક્ટરમાં પાછલા કેટલાય સમયથી મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. હાઉસિંગ અને કોમર્શિયલ પ્રોજેક્ટ સેક્ટરમાં નબળી માગને કારણે તેની સીધી અસર રિયલ્ટી કંપનીઓની બેલેન્સશીટ ઉપર જોવા મળી છે. એક બાજુ બેન્કોનાં ઊંચાં વ્યાજ તો બીજી બાજુ માગના અભાવ વચ્ચે કોમર્શિયલ અને હાઉસિંગ સેક્ટર મુશ્કેલભરી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. રોકાણકારોને પણ અપેક્ષા મુજબનું રિટર્ન નહીં મળવાને કારણે રિયલ્ટી સેક્ટરમાં રોકાણકારો રોકાણ ઘટાડી રહ્યા છે અને તેની અસર રિયલ્ટી કંપનીઓ ઉપર જોવા મળી રહી છે. મોટા ભાગની અગ્રણી રિયલ્ટી કંપનીઓના શેર્સમાં પાછલા એક વર્ષમાં નેગેટિવ રિટર્ન જોવા મળ્યાં છે. પાછલા એક વર્ષમાં રિયલ્ટી કંપનીઓના શેર્સમાં ૩૫ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

એક વર્ષમાં જોવાયેલી વધ-ઘટ
ડીએલએફ                               – ૨૭.૨૬ ટકા
શોભા ડેવલપર્સ                      – ૩૫.૪૮ ટકા
ઓમેક્સ                                  + ૭.૫૪ ટકા
ગોદરેજ પ્રોપર્ટી                      + ૨૪.૫૧ ટકા
ઓબેરોય રિયલ્ટી                        + ૨.૬ ટકા
ડીબી રિયલ્ટી                           – ૧૮.૬૩ ટકા
કોલ્ટે પાટીલ                            – ૨૨.૪૮ ટકા
ઈન્ડિયા બુલ્સ રિયલ                 – ૨૪.૩ ટકા
પૂર્વાન્કારા                               – ૩૪.૬૨ ટકા
પ્રેસ્ટિજ એસ્ટેટ                         – ૧૪.૮૮ ટકા

રિયલ્ટી સેક્ટરમાં ઘટાડાનાં કારણો
• પાછલા કેટલાક સમયથી હાઉસિંગ અને કોમર્શિયલ પ્રોજેક્ટમાં નબળી માગ પ્રવર્તી રહી છે.
• ઊંચા વ્યાજદરની સીધી નકારાત્મક અસર પણ જોવા મળી રહી છે.
• રોકાણકારોને અન્ય રોકાણમાં ઊંચા રિટર્ન મળતાં હોવાને કારણે રિયલ્ટી સેક્ટરમાં રોકાણ ઘટાડી રહ્યા છે.
• નવી માગનો અભાવ પ્રવર્તી રહ્યો છે.

You might also like