એક વર્ષમાં રિયલ્ટી, કેપિટલ ગુડ્સ અને મેટલ સ્ટોક્સ સૌથી વધુ ધોવાયા

અમદાવાદ: નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ પૂરું થવાની તૈયારીમાં છે. વર્ષનું નાણાકીય વર્ષનું આકલન કરીએ તો વર્ષમાં સેન્સેક્સમાં ૯.૩૭ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. એ જ પ્રમાણે લાર્જકેપ ઇન્ડેક્સ પણ ૯.૯૦ ટકા તૂટ્યો છે.

એક વર્ષમાં રિયલ્ટી, કેપિટલ ગુડ્સ અને મેટલ ઇન્ડેક્સમાં સૌથી વધુ ધોવાણ થતું જોવા મળ્યું છે, જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સમાં ૧૦ ટકાનો સુધારો જોવાયો છે.
બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે પાછલા એક વર્ષમાં મોટા ભાગના ઇન્ડેક્સ તૂટ્યા છે. પાવર ઇન્ડેક્સમાં ૧૮ ટકા, બેન્ક ઇન્ડેક્સમાં ૧૩ ટકા, હેલ્થકેર ઇન્ડેક્સમાં ૧૦ ટકા, ઓટોમોબાઇલ ઇન્ડેક્સમાં સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વિદેશી સંસ્થાગત રોકાણકારોના પ્રોફિટ બુકિંગ તથા વૈશ્વિક બજારોમાં જોવા મળી રહેલી અનિશ્ચિતતાના પગલે સ્થાનિક મોરચે શેરબજારમાં પણ ઘટાડા તરફી ચાલ જોવા મળી છે.

You might also like