ખરેખર! ભારતમાં એક પણ વૈશ્વિક યુનિવર્સિટી નથી

ભારત સરકારનું શિક્ષણ ખાતું થોડા સમય પહેલાં સ્મૃતિ ઈરાનીના હાથમાં હતું, જે હવે નવા શિક્ષણમંત્રી તરીકે નિમાયેલા પ્રકાશ જાવડેકરને સોંપવામાં આવ્યું છે. ભારતમાં પ્રાઈમરીથી માસ્ટર એજ્યુકેશન સુધીનો સ્તર કથળેલો છે એ કડવી હકીકત છે, પરંતુ એવી આશા રાખી શકાતી હતી કે ભારતમાં ત્રણચાર વિશ્વ વિદ્યાલયો એવાં છે જે હાર્વર્ડ, કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીને ટક્કર મારી શકે છે. ભારતમાં
નંબરવનનો દેખાવ કરવાવાળી ઘણી યુનિવર્સિટી છે પણ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (ટીએચઈ) દ્વારા બહાર પડાયેલા વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની એક પણ યુનિવર્સિટી ટોપ ૨૫૦માં નથી.

મિનિસ્ટ્રી ઑફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અનુસાર ભારતની નંબરવન યુનિવર્સિટી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ છે. જેને માનવ સંસાધન મંત્રાલયે ૧૦૦માંથી ૯૧.૮૧ માર્ક્સ આપ્યા છે. જ્યારે આ યુનિવર્સિટીને ટીએચઈએે ૨૫૧-૩૦૦ની વચ્ચેનો ક્રમાંક આપ્યો છે. અલબત્ત, ભારતમાં ગુજરાતની એક પણ યુનિવર્સિટી ટોપ ૫૦માં નથી.

ગુજરાતમાં વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટીનો દરજ્જો અમેરિકાની કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીને આપવામાં આવ્યો હતો. ભારતના પ્રતિસ્પર્ધી ગણાતાં ચીનની ત્રણ યુનિવર્સિટી વર્લ્ડ ટોપ ૧૦૦માં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે પાંચ વર્ષમાં ૧૦ પ્રાઈવેટ અને ૧૦ પબ્લિક યુનિવર્સિટી ભારતમાં એવી હોય જેની ગણના વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીમાં થાય. માનવામાં આવે છે કે પ્રકાશ જાવડેકરની નિમણૂક પાછળ પણ નરેન્દ્ર મોદીનું વિઝન ભારતમાં વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીનું નિર્માણ કરવાનું છે.

You might also like