રિઅલ એસ્ટેટના દિગ્ગજો ટ્રમ્પ સાથે સંપર્કમાં

ભારતના સંપન્ન બિઝનેસમેનોની એ વિશેષતા રહી છે કે તેઓ આવનારા સંજોગોને અગાઉથી પારખી લઈને પોતાનાં વલણ અને વ્યવહારને એ દિશામાં વાળે છે. અમેરિકાના પ્રમુખપદની દોડમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવા જઈ રહેલા ડોનાલ્ડ જોન ટ્રમ્પની સંભાવનાઓ નિહાળીને ટ્રમ્પના રિઅલ એસ્ટેટ વ્યવસાયના ભારતના અનેક દિગ્ગજોમાં રીતસરની સ્પર્ધા શરૂ થઈ ગઈ છે.

ભારતના એક વિખ્યાત બિલ્ડર લોઢા તો મુંબઈમાં ‘ટ્રમ્પ ટાવર’ ના નિર્માણ માટે ડોનાલ્ડ ટ્રમ્પની કંપની સાથે વિધિવત્ રીતે એક મોટો કરાર કરી ચૂક્યા છે. યુનિટેક જેવા બિલ્ડર પણ ટ્રમ્પની કંપની સાથે ભારતમાં સંયુક્ત સાહસ કરવા ઉત્સુક છે. મુંબઈ અને દિલ્હીના અનેક મોટા બિલ્ડરો ‘ધી ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન’ નામની ટ્રમ્પની કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. યાદ રહે, ડોનાલ્ડ ટ્રમ્પ રાજકારણી હોવાની સાથોસાથ અમેરિકામાં રિઅલ એસ્ટેટના મોટા વ્યવસાયી છે.તેમની અન્ય એક કંપની રિસોર્ટ અને હોટેલના વ્યવસાયમાં છે.

You might also like