ઓનલાઈન ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓને ઝડપી રિફંડ મળશે

નવી દિલ્હી: ઓનલાઇન ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનારાઓને ઇન્કમટેક્સ વિભાગે ઝડપી રિટર્ન મળે તે માટે કવાયત હાથ ધરી છે. જે માટે બેંગલુરુ સ્થિત સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરે ઝડપે પ્રક્રિયા હાથ ધરી છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે એક વર્ષના સમયગાળા દરમિયાન ઓનલાઇન દાખલ કરવામાં આવેલા ૭૩ ટકા રિટર્નમાં રિફંડ ૩૦ દિવસની અંદર આપી દેવામાં આવશે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાને વધુ સરળતા રહે તે માટે ઝડપી રિટર્નની પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે. ડિપાર્ટમેન્ટના સત્તાવાળાના જણાવ્યા પ્રમાણે રિટર્ન યોગ્ય રીતે ભરવામાં આવે તો વિભાગને વિશ્વાસ છે કે રિફંડ એક મહિનાથી પણ ઓછા સમયમાં આપી દેવામાં આવશે.

You might also like