ડૉગ સામે વાચવાની આદતથી બાળકો વધુ વાચન કરતાં થાય

શું તમે ઇચ્છો છો કે તમારું બાળક વાચનનો શોખીન થાય અને નાનપણથી જ વિવિધ પ્રકારની બુક્સ વાચવાનું શરૂ કરી દે? તો તમારે એક પેટ ડૉગ રાખવો જોઇએ. બાળકો પોતાના પેટ ડૉગ્સને વાર્તા વાંચી સંભાળવે એવી પ્રેક્ટિસ પશ્ચિમના દેશોમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. અમેરિકાની ટફટ્સ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે શ્વાનને સામે બેસાડીને પુસ્તક વાંચવાની પ્રક્રિયા બાળકોને પુસ્તક વાંચવાની પ્રક્રિયા બાળકોને વધુ વાચવા માટે મોટિવેટ કરે છે. વાંચવાની સ્કિલ સારી હોય તો એનાથી અેકેડેમિક કરિયરનું પર્ફોર્મન્સ પણ સુધરે છે. અભ્યાસુઓએ બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને બે જૂથમાં વહેંચીને પ્રયોગ કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like