વાંચવું મારી આદતમાં સામેલ નથીઃ તબ્બુ

બોલિવૂડની સર્વાધિક પ્રતિભાસંપન્ન અભિનેત્રીઓનું લિસ્ટ બનાવવામાં આવે તો તબ્બુ તે યાદીમાં મોખરે છે. તેણે અત્યાર સુધીની કારકિર્દીમાં દરેક પ્રકારનાં પાત્રો ભજવીને સાબિત કરી દીધું છે કે તેની સરખામણીમાં કોઈ અભિનેત્રી આવતી નથી. તબ્બુ હાલમાં આગામી ફિલ્મ ‘ફિતૂર’ને લઈને ફરી એક વાર ચર્ચામાં છે. આ ફિલ્મ ચાર્લ્સ ડિકન્સની નોવેલ ‘ગ્રેટ એક્સ્પેક્ટેશન’ પર આધારિત છે, તેમાં તેણે ફરી વાર એક માતાનું પાત્ર ભજવ્યું છે.

તબ્બુ કહે છે કે સાચું કહું તો મેં ‘ગ્રેટ એક્સ્પેક્ટેશન’ નોવેલ વાંચી નથી. મેં બહુ ઓછી ક્લા‌િસક રચનાઓ વાંચી છે. હું સાહિત્યની વિદ્યા‌િર્થની નથી, મેં થોડાં વર્ષ પહેલાં આ નોવેલનું સ્ક્રીન વર્ઝન જોયું હતું. વાંચવું મારી આદતોમાં સામેલ નથી. મારા માટે સ્ક્રિપ્ટ, ડાયરેક્ટર તથા અમારી વચ્ચેના સંબંધ વધુ મહત્ત્વપૂર્ણ છે.

આમ તો તબ્બુ બહુ વિચારીને ફિલ્મો પસંદ કરે છે, પરંતુ ‘ફિતૂર’ માટે તેણે માત્ર બે દિવસમાં હા કહી દીધી. તે કહે છે કે મારા માટે એવી કોઈ સમસ્યા ન હતી કે મારે આ ફિલ્મ કરવી જોઈએ કે નહીં, આ ફિલ્મની દરેક વસ્તુ સકારાત્મક હતી. શ્રેષ્ઠ ડિરેક્ટર, સારી સ્ટારકાસ્ટ અને સંપૂર્ણ કહી શકાય તેવો પ્રોજેક્ટ આમાં ના કહેવાનો કોઈ સવાલ જ ન હતો. આટલા સારા મિશ્રણને હું ના કેવી રીતે કહી શકું અને તેથી હું આ ફિલ્મને હા કહી દીધી.

You might also like