સેરેના વિલિયમ્સે પોતાના પેટમાં રહેલા બાળકને સંદેશ મોકલ્યો

લંડનઃ અમેરિકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ WTA રેન્કિંગમાં ફરીથી નંબર વન બની ગઈ છે. તેણે આ સિદ્ધિ જાન્યુઆરી બાદ કોઈ પણ ટૂર્નામેન્ટમાં ન રમવા છતાં પણ હાંસલ કરી છે. જાન્યુઆરીમાં તેણે પ્રેગનન્ટ હોવા છતાં ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યું હતું. ગત સોમવારે તેણે પોતાના ફિયાન્સ એલેક્સિસ ઓહનિયનના ૩૪મા જન્મદિન અને પોતે નંબર વન બન્યાની ખુશી જાહેર કરતાં ઇન્સ્ટાગ્રામ પર એક લાગણીભર્યો મેસેજ લખ્યો હતો. પોતાના પેટમાં પાંગરી રહેલા બાળકને સંબોધતાં સેરેનાએ કહ્યું હતું, ”મારી પ્યારી બેબો, તેં જ મને શક્તિ આપી છે એ મને ખબર નહોતી. તેં મને સ્થિરતા અને શાંતિના સાચા અર્થ વિશે જાણકારી આપી. હું તને મળવા માટે હવે રાહ જોઈ શકતી નથી. આવતા વર્ષે તું પ્લેયર્સ બોક્સમાં મારી સાથે હશે એની રાહ હું રાહ જોઈ શકતી નથી. સૌથી મહત્ત્વપૂર્ણ… ફરીથી નંબર વન બનવાથી હું ઘણી ખુશ છું… તારી મમ્મી.”
http://sambhaavnews.com/

You might also like