કોમેડી નાઇટ્સ લાઇવની ટ્વિટર પર ઉડી મજાક

નવી દિલ્હી: કોમેડી નાઇટ્સ વિથ કપિલના શો બાદ હવે કોમેડી નાઇટ્સની શરૂઆત થઇ છે જેમાં કૃષ્ણા કોમેડીના નવા રૂપમાં જોવા મળી રહ્યો છે. આ નવા શોની પહેલી મહેમાન બની હતી ધક ધક ગર્લ માધુરી દિક્ષીત. સ્ટેજ કોમેડી નાઇટ્સ વિથ કપિલનો હતો પરંતુ ફરક માત્ર એટલો હતો કે કપિલની જગ્યાએ અહીં કૃષ્ણા હતો અને સિદ્ધુની જગ્યાએ મિકા.

ભલે કપિલનો શો બંધ થઇ ગયો હોય પરંતુ લોકો કોમેડી કિંગ કપિલને ભુલી નથી શકતાં. ટ્વિટર પર કોમેડી નાઇટ લાઇવ ટ્રેન્ડ કરી રહ્યું છે. અહીં લોકોએ કોમેડી નાઇટ્સને લઇને અનેક ટ્વિટ કર્યા છે. જેમાં મોટા ભાગના લોકોએ આ શોની મજાક ઉડાવી છે. કેટલાકે તો પ્રતિક્રિયા આપતાં એટલે સુધી કહી દીધું કે કપિલની જગ્યા કોઇ ના લઇ શકે.

You might also like