વડોદરાવાસીઓને દિવાળી ગિફ્ટ, રેલ્વે સ્ટેશનને અપાઇ રિ-ડેવલોપમેન્ટની મંજૂરી

વડોદરાઃ શહેરીવાસીઓ માટે એક આનંદનાં સમાચાર છે. કેમ કે તંત્ર દ્વારા વડોદરાને આ વખતે દિવાળીને લઇ એક અનોખી ભેટ આપવામાં આવી છે. વડોદરા રેલ્વે સ્ટેશનને રી-ડેવલોપમેન્ટ માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ રૂપિયા 17.75 કરોડનાં ખર્ચે વડોદરા રેલ્વે સ્ટેશનને ફરીથી ડેવલોપ કરવામાં આવશે. આ ઉપરાંત આગામી સમયમાં દિવ્યાંગોને પણ સહાયરૂપ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

દેશનાં મહત્વનાં રેલ્વે સ્ટેશનોમાંથી વડોદરા રેલ્વે સ્ટેશન રિડેવલોપમેન્ટનો વિશેષ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું ખાતમુર્હત વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને સાંસદ રંજનબેન ભટ્ટે કર્યું હતું.

આ ઉપરાંત બહેનો માટે પણ ગ્રીન પ્રતિક્ષાલય ઉભું કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે અહીંયાનાં સાંસદે 75 જેટલી સફાઇ કામદાર બહેનોને મીઠાઈ અને સાડીઓ અર્પણ કરીને સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં શહેરનાં પ્રમુખ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારે વડોદરા શહેરને આગામી દિવસોમાં કેન્દ્ર સરકારે આપેલી આ એક અનોખી ભેટ બની રહેશે.

You might also like