વિરાટ કોહલી પર લાગ્યો 12 લાખ રૂપિયાનો દંડ, જાણો કારણ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી પર ચેન્નાઇ સુપરકિંગ્સની વિરુદ્ઘ બુધવારે રમાયેલી મેચમાં ધીમી ઑવર નાંખવાની કારણે 12 લાખ રૂપિયાનો દંડ ફટાકારવામાં આવ્યો છે.

યજમાન ટીમ એટલે કે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઑવર્સમાં 205 રન કર્યા, જ્યારે ટાર્ગેટનો પીછો કરવા માટે આવેલી ચેન્નાઇ સુપરકિંગ્સને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 34 બૉલમાં 70 રન કરીને બે બાકી રહેલા બોલમાં ચેન્નાઇએ ટાર્ગેટ પૂરો કરી લીધો.

વિરાટ કોહલીના બોલર્સે સખત મહેનત કર્યા પણ કોઈ બોલર અંબાયતી રાયડુ અને એમએસ ધોનીને રોકવામાં સફળ ન થયા. બોલરોની ધોલાઈ દરમિયાન ઓવરોની ગતિ એટલી ધીમી થઈ ગઈ કે IPL દ્વારા RCB કેપ્ટન વિરાટ કોહલીને 12 લાખનો દંડ ફટકારી દીધો.

IPLએ કહ્યુ કે, IPLની આચાર સંહિતાના સંદર્ભમાં ન્યૂતમ ઓવર ગતિનો આ સિઝનનો તેમની ટીમની આ પહેલી ભૂલ છે, જે કારણે વિરાટ કોહલી પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

You might also like