રિઝર્વ બેંકનો હવે 100ની નોટ પણ બદલવાનો નિર્ણય

મુંબઇ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) ટુંકમાં જ 100 રૂપિયાની નવી નોટો બહાર પાડશે. નવી નોટમાં બંન્ને નંબર પેનલમાં કોઇ ઇનસેટ લેટર નહી હોય. જો કે 100 રૂપિયાની જુની નોટ પણ લીગલ ટેન્ડર રહેશે. અગાઉ 50 અને 20 રૂપિયાની નોટ પણ બહાર પાડવા માટેની જાહેરાત કરવામાં આવી ચુકી છે.

50 રૂપિયાની નોટ 2005ની મહાત્મા ગાંધી સીરિઝમાં છાપવામાં આવશે. 50 રૂપિયાની આ નોટના બંન્ને નંબર પેનલમાં કોઇ ઇનસેટ લેટર નહી હોય. આરબીઆઇના અનુસાર 20 અને 50 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવવા છતા પણ જુની નોટો માન્ય ગણાશે. જ્યારે બીજી તરફ 20 રૂપિયાની નોટમાં બંન્ને નંબર પેનલોમાં L લેટર હશે. આ નવી નોટો બાકી ડિઝાઇન અને સિક્યોરિટી ફિચર્સ 50ની નોટ જેવા જ રહેશે. તે ઉપરાંત નોટોમાં વધતા ક્રમમાં નંબર હશે.

8 નવેમ્બર વડાપ્રધાન મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટને લીગલ ટેંડરથી બહાર કરી દીધાહ તા. ત્યાર બાદ 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી. દાવો કરવામાં આવી રહ્યો છેકે નવી નોટોમાં સિક્યોરિટી ફીચર પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. આ કારણે જ નકલી નોટો પર લગામ લાગશે.

You might also like