કો-ઓપરેટિવ સોસાયટી સામે RBI એ કરી લાલ આંખ, જાણો કેમ

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કો-ઓપરેટિવ સોસાયટીઓને કહ્યું છે કે તેઓ પોતાના નામમાં બેન્ક શબ્દનો ઉપયોગ ‘ના’ કરે, કેમ કે તે બેન્કિંગ નિયમોનું ઉલ્લંઘન છે. આરબીઆઇએ વધુમાં જણાવ્યું છે કે કેટલીક કો-ઓપરેટિવ સોસાયટી પોતાના નામમાં બેન્ક શબ્દનો ઉપયોગ કરી રહી છે તેવું તપાસમાં બહાર આવ્યું છે, જે બેન્કિંગ નિયમન કાયદો ૧૯૪૯ની કલમ સાતનું ઉલ્લંઘન છે.

આરબીઆઇએ આવી કો-ઓપરેટિવ સોસાયટીને કોઇ જ બેન્ક લાઇસન્સ અને બેન્કનો અધિકાર આપ્યો નથી. આરબીઆઇએ વધુમાં કહ્યું હતું કે દેશમાં કેટલીક કો-ઓપરેટિવ સોસાયટીઓ બેન્ક શબ્દનો ઉપયોગ કરીને ‌િડપોઝિટનો સ્વીકાર કરી રહી છે, જે આરબીઆઇના નિયમોનું ઉલ્લંઘન છે. આમ, આરબીઆઇએ આવી કો-ઓપરેટિવ સોસાયટી સામે લાલ આંખ કરી છે અને કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે.

You might also like