હવે એક રૂપિયાની નોટ નવા રૂપરંગ સાથે આવશે

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક જલ્દી એક રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઇ રહી છે. નવી નોટ ગુલાબી અને લીલા રંગની હશે. તેના પાછળના ભાગમાં એક રૂપિયાનો સિક્કો છાપવામાં આવશે અને છાપવાનું વર્ષ 2017 અંકિત થશે.

તેમાં તેલ અન્વેષણ પ્લેટફોર્મ સાગર સમ્રાટની ફોટો છે. એક રૂપિયાની નોટ સરકાર દ્વારા છાપવામાં આવે છે. જેની પર નાણા મંત્રાલયના સચિવ શક્તિકાંત દાસના હસ્તાક્ષર રહેશે. ઉલ્લેખનિય છે કે અન્ય નોટો પર આરબીઆઇના ગર્વનરના હસ્તાક્ષર હોય છે. હાલ એક રૂપિયાના સિક્કા ચાલી રહ્યાં છે. વર્ષ 1994 બાદ એક રૂપિયાનું પ્રિટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં તેને ફરી લોન્ચ કરવામાં આવી રહી છે.

http://sambhaavnews.com/

You might also like