કેન્દ્ર સરકાર હવે 500, 200 અને 50 રૂપિયાની નવી નોટ લાવ્યા બાદ હવે સરકાર રૂ.100ની નવી નોટ લાવવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આવતા વર્ષમાં એપ્રિલ મહિના સુધીમાં રૂ.100ની નવી નોટ છાપવાની પણ શરૂ થઇ જશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય રિઝર્વ બેંક આવતા વર્ષનાં એપ્રિલ મહિનામાં રૂ.100ની નવી નોટો છાપવાની શરૂ કરશે. આ કામ રૂ.200ની નોટ છપાઇ ગયા બાદ શરૂ કરવામાં આવશે. રિપોર્ટ્સમાં જણાવાયું છે કે રૂ.100ની નવી નોટોની ડિઝાઇન પણ વર્તમાનમાં બહાર પડાયેલ નોટો જેવી જ હશે. જો કે આ નોટનો આકાર જૂની નોટોની જેમ હશે. પરંતુ જ્યારે નવી નોટો માર્કેટમાં આવશે તો રૂ.100ની જૂની નોટો બંધ થઇ જશે અને હાલની વર્તમાન નવી નોટોની જેમ તે પણ ચલણમાં કાયદેસર થઇ જશે.
ઉલ્લેખનીય છે કે દુનિયાનાં અનેક દેશોની સરકાર સમય-સમય પર નોટોની ડિઝાઇનો બદલતી રહે છે. ભારતમાં મોદી સરકાર કાળા નાણાંને રોકવા માટે આ પ્રકારનાં પ્રયાસો કરી રહી છે. જેથી સરકાર હાલ વર્તમાનમાં રૂ.200 અને 50ની નવી નોટોને બજારમાં લાવી ચૂકી છે.