રીર્ઝવ બેન્કે જાહેર કરી 26 નવા ડિફોલ્ટરોની લિસ્ટ..

રીર્ઝવ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા દેશની દરેક કોર્મશિયલ બેન્કોને 26 ડિફોલ્ટરોની બીજી લિસ્ટ મોકલી આપવામાં આવી છે . રીર્ઝવ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેન્કોને જણાવ્યુ હતું કે આ બધા ડિફોલ્ટરને દેવાળિયા જાહેર કરતા પહેલા તેમની પાસેથી પૈસા વસૂલવાની પ્રક્રિયા શરૂ કરો.

આરબીઆઈએ કોર્મશિયલ બેન્કોને જણાવ્યુ હતું કે પહેલા પોતાના નિયમ મુજબ આ ડિફોલ્ટરો પાસેથી કર્જ વસૂલવા માટેના પ્રયત્નો કરો. આવુ ન થવા પર બધા જ ડિફોલ્ટરને બેન્કરપ્સી કાયદા હેઠળ દેવાળિયા જાહેર કરો. કર્જ વસૂલવા માટે કેન્દ્રીય બેન્કોએ બધી બેન્કોને 13 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. તો ત્યાજ દેવાળિયા જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે બેન્કોએ 31 ડિસેમ્બર સુધી નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (એનસીએલટી) માં બેન્કરપ્સી કાયદા હેઠળ કેસ નોંધવા માટે કહ્યું છે.

રીર્ઝવ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરેલી આ બીજી લિસ્ટમાં શામેલ કંપનીઓ ખાસ કરીને પાવર, ટેલિકમ્યુનિકેશન, સ્ટીલ અને ઇન્ફ્રાસ્ટક્ચર સેક્ટરની કંપનીઓ માથી છે. કેન્દ્રીય બેન્કે પોતાની લિસ્ટમાં તે કંપનીઓને સમાવેશ કર્યો છે જેના પર 30 જૂન સુધી કોઇપણ બેન્કનો લોનનો 60 ટકા બાકી છે. આરબીઆઇની લિસ્ટમાં વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ અન જયપ્રકાશ એસોસિએટર મોટા ડિફોલ્ટરો તરીકે સામેલ છે. આ બન્ને કંપનીઓ પર 1 ટ્રિલિયન રૂપિયાથી વધારે નોન પરફોર્મિંગ એસેસ છે.

આ પહેલાં જૂન 2017 માં રિઝર્વ બેન્ક દ્વારા 12 ડિફોલ્ટરોની પ્રથમ લિસ્ટ રજૂ કરવામાં આવી હતી. આ 12 કંપનીઓમાં બેન્કિંગ ક્ષેત્રનો લગભગ 25 ટકા હિસ્સો બેન્ક લોન છે. જેમાં એસ્સાર સ્ટીલ, ભુષણ સ્ટીલ, એબીજી શીપયાર્ડ, ઇલેક્ટ્રોસ્ટીલ અને અલોક ઇન્ડસ્ટ્રીઝના મોટા લોન ડિફોલ્ટરોમાં સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, હવે આ બધી કંપનીઓને દેવાળિયા જાહેર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સેન્ટ્રલ બેન્કે સૂચના આપી છે. નોંધનીય છે કે રિઝર્વ બેન્ક દ્વારા ડિફોલ્ટરોની બન્ને લિસ્ટમાં તે કંપનીઓનો સામેલ કરવામાં આવ્યો છે જેનો ઓછામાં ઓછું 5000 કરોડની લોન બાકી છે.

You might also like