શું તમને ખબર છે એક નોટ છાપવા પાછળ કેટલો થાય છે ખર્ચ?

નવી દિલ્હી: દેશમાં ચારે બાજુ 2000 અને 500ની નવી નોટની ચર્ચા થઇ રહી છે. દેશના ઇતિહાસમાં પહેલી વખત થઇ રહ્યું છે કે સરકાર અને ભારતીય રિઝર્વ બેન્ક તરફથી એક જ ઝટકામાં માર્કેટમાંથી બહાર નિકાળવામાં આવી રહી છે. આ પહેલા મોરારજી દેસાઇના નેતૃત્વ વાળી 1978ની જનતા પાર્ટી સરકારે આ પગલું ભર્યું હતું, અમે તમને જણાવી દઇએ કે આ નોટોને છાપવા પર સરકારે વધારે ખર્ચો ભોગવવો પડે છે.

હાલમાં 1000 અને 500ની નોટોનું દેશમાં કુલ સર્ક્યુલેશન 24.4 ટકા જ્યારે વેલ્યૂ 86.4 ટકા છે. સૂત્રઓ દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર જો સરકાર દેશમાં કરન્સી ફ્લોને મેનન્ટેન કરવો હોય તો 10,861 રૂપિયા ખર્ચ કરવો પડશે. રિપોર્ટનું માનીએ તો આ નોટોને છાપવા પર અલગ અળગ ખર્ચ આવે છે. તો 1,2 અને 10 રૂપિયાની નાની નોટો છાપવા પર ઓછો ખર્ચ આવે છે. આનું મોટું કારણ એ છે કે એમાં સિક્યોરીટી ફિચર્સ ઓછા હોય છે અને એનું બ્લેક માર્કેટિંગ પણ ઓછું હોય છે.વધારે સિક્યોરિટી ફીચર્સના કારણે મોટી નોટો છાપવાનો ખર્ચ વધારે આવે છે. 1 રૂપિયાની નોટ માત્ર એવી નોટ છે જેની માર્કેટ કિંમત વાસ્તવિક રકમથી વધારે છે.

નોટોને છાપવા પાછળનો ખર્ચ કેટલીક વખત બદલાઇ પણ જાય છે. જો કે અત્યારે અમે તમને સર્કુલેટિડ 5, 10, 20, 50, 100, 500 અને 1000ની નોટો પર થનાર ખર્ચા માટે જણાવીએ છીએ એટલા માટે અમે અહીંયા સરેરાશ ખર્ચ જણાવી રહ્યા છે.

5 રૂપિયાની નોટ પર ખર્ચ આવે છે 48 પૈસા. 8500 મિલિયનની નજીકમાં છે સર્ક્યુલેશન.

10 રૂપિયાની નોટ પર ખર્ચ આવે છે 96 પૈસા. 2,000 મિલિયનની નજીકમાં છે સર્ક્યુલેશન.

20 રૂપિયાની નોટ પર ખર્ચ આવે છે 96 પૈસા. 5000 મિલિયનની નજીકમાં છે સર્ક્યુલેશન.

50 રૂપિયાની નોટ પર ખર્ચ આવે છે 1.81 રૂપિયા. 4000 મિલિયનની નજીકમાં છે સર્ક્યુલેશન.

100 રૂપિયાની નોટ પર ખર્ચ આવે છે 1.20 રૂપિયા. 16,000 મિલિયનની નજીકમાં છે સર્ક્યુલેશન.

500 રૂપિયાની નોટ પર ખર્ચ આવે છે 2.50 રૂપિયા. 16,000 મિલિયનની નજીકમાં છે સર્ક્યુલેશન.

1000 રૂપિયાની નોટ પર ખર્ચ આવે છે 3.17 રૂપિયા. 6000 મિલિયનની નજીકમાં છે સર્ક્યુલેશન.

You might also like