RBIએ રેપો રેટમાં કર્યો 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો

રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સમીક્ષા કરતા રેપો રેટમાં ઘટાડો કર્યો છે. જેમાં વેપારમાં તેજી લાવવા માટે રેપો રેટમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો  કર્યો છે. આ ઘટાડા બાદ લોન લેવા માટેનો બેઝ રેટ છ ટકા પર પહોંચી ગયો છે. માર્કેટના તજજ્ઞોને આશા હતી કે રેપોરેટમાં ઘટાડો કરવામાં આવશે. આ અગાઉ ઓક્ટોબર 2016માં કેન્દ્રીય બેન્કે રેપોરેટમાં ઘટાડો કર્યો હતો. રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જીત પટેલની અધ્યક્ષતામાં મળેલી નાણાકીય સમીક્ષાની બેઠકમાં નિર્ણય લીધો છે.

કેન્દ્રીય બેન્કના અનુસાર 6 સભ્યોની નાણાકીય સમિતિના 4 સભ્યોએ રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટ ઘટાડવા અંગે મંજૂરી વાત કરી હતી. જ્યારે એક સભ્યએ 50 બેસિસ પોઇન્ટ ઘટાડાની તરફેણ કરી હી. વ્યાજદરમાં ઘટાડાની પાછળ મોઘવારીના આંકડા મહત્વની ભૂમિક ભજવે છે. જ્યારે આરબીઆઇને સારા માનસૂનના કારણે સારી ફસલની આશાને લઇને આરબીઆઇએ વ્યાજ દરોમાં ઘટાડા માટેનો સાચો સમય ગણ્યો છે.

You might also like