RBI વ્યાજદરમાં હાલમાં ઘટાડો નહીં કરેઃ ઈકરા

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આગામી સપ્તાહે મળનારી નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં વ્યાજના દરમાં સંભવતઃ ઘટાડો નહીં કરે. સ્થાનિક રેટિંગ એજન્સી ઇકરાનું માનવું છે કે પાછલી નાણાકીય બેઠકની સરખામણીએ આરબીઆઇનું વલણ થોડું આક્રમક થઇ શકે છે.

ઇકરાના જણાવ્યા પ્રમાણે એપ્રિલ-૨૦૧૭ની નાણાકીય નીતિ સમિતિએ બેઠકમાં મોંઘવારીના મુદ્દે ભય વ્યક્ત કર્યો હતો તે સારા ચોમાસાના અંદાજ તથા વિવિધ કોમોડિટીની કિંમતમાં જોવાયેલા ઘટાડાના કારણે ઘણો ઓછો થઇ ગયો છે. ફુગાવો ચાર ટકાની નીચે આવી ગયો છે. આરબીઆઇએ મધ્યમ સમયગાળાની મોંઘવારીનું લક્ષ્ય આ જ નિર્ધારિત કર્યું છે, જોકે આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટી ફુગાવાનો આંક લક્ષ્યાંક મુજબ હોવા છતાં તેને અવગણી વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.
http://sambhaavnews.com/

You might also like